Thu,25 April 2024,6:42 am
Print
header

રાહુલ અને શંકરાચાર્ય એક જેવા ! હું લોહીથી લખી આપું છું કાશ્મીરમાં આતંકવાદ ખતમ નથી થવાનોઃ અબ્દુલ્લા

જેકેટમાં જોવા મળ્યાં રાહુલ ગાંધી, વરસાદ વચ્ચે પણ લોકોમાં ઉત્સાહ

આ રામ અને ગાંધીનો દેશ છેઃ અબ્દુલ્લા

શ્રીનગરઃ જમ્મુ- કાશ્મીરમાં ભારત જોડો યાત્રાનો બીજો દિવસ છે. કઠુઆમાં આ યાત્રા વરસાદ વચ્ચે થઈ રહી છે. આ પછી પણ લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કડકડતી ઠંડી વચ્ચે રાહુલ ગાંધીએ જેકેટ પહેર્યું છે. સવારે 8 વાગ્યે હાથલી મોડથી આ યાત્રા શરૂ થઈ હતી, જે અરોડા સુધી ચાલશે. દરમિયાન રાહુલ 16 પ્રતિનિધિમંડળને પણ મળશે.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના નેતૃત્વમાં કન્યાકુમારીથી શરૂ થયેલી ભારત જોડો યાત્રા ગઈકાલે સાંજે જમ્મુ-કાશ્મીર પહોંચી હતી. પંજાબને જમ્મુ-કાશ્મીર સાથે જોડતા રાવી પુલને પાર કર્યાં બાદ યાત્રા રાજ્યની ધરતી પર પહોંચી હતી. NC નેતા ફારુક અબ્દુલ્લા, શિવસેના નેતા સંજય રાઉત, જમ્મુ કાશ્મીર કોંગ્રેસના પ્રભારી રજની પાટીલ, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ વિકાર રસૂલ વાનીએ યાત્રાને શુભેચ્છા પાઠવી હતી. અબ્દુલ્લાએ રાહુલની સરખામણી હિન્દુ સંત શંકરાચાર્ય સાથે કરી હતી. કહ્યું કે આવી યાત્રા અગાઉ ગુરૂ શંકરાચાર્યએ કરી હતી. સાથે જ અબ્દુલ્લાએ આતંકવાદ પર મોદી સરકારને કહ્યું કે પાકિસ્તાન સાથે વાત નહીં કરો ત્યાં સુધી આતંકવાદીઓ બધાની હત્યા કરતા રહેશે

રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ કહેવા માંગે છે કે તમે કોઈપણ ધર્મ, જાતિ, બાળક કે વૃદ્ધ હો, તમે આ દેશના છો. તેમણે કહ્યું, હું નફરતના બજારમાં પ્રેમની દુકાન ખોલવા આવ્યો છું. મારા હૃદયમાં તમારા માટે પ્રેમ છે. આગામી નવ-દસ દિવસ હું તમારા હૃદયની પીડા વહેંચવા આવ્યો છું.

ભારત જોડો યાત્રાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે નફરત, હિંસા, બેરોજગારી અને મોંઘવારી ભારત સામે સૌથી મોટી સમસ્યાઓ છે. આ દેશને રોજગારી આપનારા નાના અને મધ્યમ ઉદ્યોગપતિઓને સરકારે બરબાદ કરી દીધા છે.પરિણામ એ આવ્યું છે કે કન્યાકુમારીથી કાશ્મીર સુધીના યુવાનોના મોઢામાં બેરોજગારી, બેરોજગારી, બેરોજગારી એક એક શબ્દ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch