Thu,18 April 2024,10:21 pm
Print
header

તૌકતે વાવાઝોડા મામલે રાહુલ ગાંધીએ કોંગ્રેસના કાર્યકર્તાઓને શું કરી અપીલ ?

નવી દિલ્હી: તૌકતે વાવાઝોડાને લઈ  ભારતના હવામાન ખાતાએ મોટી ચેતવણી જાહેર કરી છે. હવામાન ખાતાએ કહ્યું કે, લક્ષદ્વીપ વિસ્તારમાં એક પ્રેસર સર્જાયું છે, જે આગામી 24 કલાક દરમિયાન ચક્રવાતમાં ફેરવાશે ગુજરાતના દરિયા કિનારા તરફ આગળ વધશે. IMDએ અરબ સાગર અને લક્ષદ્વીપની ઉપર બનેલા તૌકતે વાવાઝોડાને પગલે મહારાષ્ટ્ર, કેરળ અને ગુજરાતના કેટલાક વિસ્તારમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. વાવાઝોડુ શનિવારે આ વિસ્તારમાં જ કેન્દ્રિત રહેશે અને આગલા દિવસે વધુ તેજ થઈ જશે. વાવાઝોડાને લઈને NDRFની ટીમો રવાના કરવામાં આવી છે.

વાવાઝોડાને લઈને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું કેરળ, મહારાષ્ટ્ર, ગોવા, તમિલનાડુ, ગુજરાત અને કર્ણાટકમાં વાવાઝોડાનું એલર્ટ આપવામાં આવ્યું છે. તૌકતેને લઈ ઘણા વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. હું કોંગ્રેસના કાર્યકર્તાઓને જરૂરિયાતમંદોની મદદ કરવા તૈયાર રહેવાની અપીલ કરું છું.

ગુજરાત (Gujarat)પર 18 મેના રોજ 'તૌકતે' નામનું વાવાઝોડું ત્રાટકી શકે છે. હવામાન વિભાગના અનુસાર આ અઠવાડિયાના અંતે જ આ વર્ષનું પહેલું વાવાઝોડું સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે ટકરાઈ શકે છે. IMDએ  લક્ષદ્વીપ સમૂહ, કેરળ, તમિલનાડુ અને કર્ણાટક, ગુજરાત અને ગોવામાં ભારે વરસાદની ચેતવણી આપી છે.

સૌરાષ્ટ્રમાં વાવાઝોડાના ખતરાને લઈ તંત્ર એલર્ટ થયું છે. તેમજ એક બંદર પર બે નંબર અને એક બંદર પર 2 નંબરનું સિગ્ન લગાવી દેવામાં આવ્યું છે. અરબી સમૂદ્રમાં સર્જાઇ રહેલા તૌકતે વાવાઝોડાની સંભાવનાને લઈને વેરાવળ બંદર પર ભય સૂચક સિગ્નલ નં.1 લગાવાયું છે. માછીમારોને દરીયો ન ખેડવા તેમજ સાવચેત રહેવા સૂચના અપાય છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch