Thu,25 April 2024,3:53 pm
Print
header

મંત્રી રાઘવજી પટેલે અચાનક ફિશરિઝ વિભાગની લીધી મુલાકાત, મોડા આવેલા કર્મચારીઓને લઇને માંગ્યો રિપોર્ટ

ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ભાજપે ઐતિહાસિક 156 સીટ જીતીને રેકોર્ડ રચ્યો હતો.હવે મંત્રીમંડળની રચના બાદ મંત્રીઓએ કામગીરી શરૂ કરી દીધી છે. આજે મંત્રી રાઘવજી પટેલે ફરી સરપ્રાઇઝ વિઝિટ કરી હતી. તેમણે જૂના સચિવાલયમાં આવેલી ફિશરિઝ વિભાગની વિઝિટ કરી હતી. ઓફિસ ખુલવાના સમયે તેઓ અચાનક ફિશરિઝ વિભાગની ઓફિસે પહોંચ્યા હતા. જેમાં કેટલાક કર્મચારીઓ મોડા આવતાં હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ તેમણે મોડા આવનારા કર્મચારીઓનો રિપોર્ટ માંગ્યો હતો. આ પહેલા તેમણે કૃષિ વિભાગની સરપ્રાઇઝ વિઝિટ કરી હતી.

આ પહેલા તત્કાલીન રેવન્યૂ મિનિસ્ટર રાજેન્દ્ર ત્રિવેદી પણ આ રીતે સરપ્રાઇઝ મુલાકાત કરતા હતા. જેને લઈ અધિકારીઓમાં ફફડાટ ફેલાયો હતો. હવે કૃષિમંત્રીએ ખેડૂતોના હિતમાં ઝડપથી કામો થાય તે માટે આવા પ્રકારની કાર્યવાહી શરૂ કરી છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch