Thu,21 May 2026,4:39 am
Print
header

AAP અને કેજરીવાલને ઝટકો, રાઘવ ચઢ્ઢા સહિત 7 સાંસદો ભાજપમાં જોડાયા

  • Published By
  • 2026-04-24 19:55:33
  • /

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) માટે રાષ્ટ્રીય સ્તરે મોટા માઠા સમાચાર સામે આવ્યાં છે. પક્ષના દિગ્ગજ નેતા રાઘવ ચઢ્ઢા સહિત 7  સાંસદોએ આપમાંથી રાજીનામું આપી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો ખેસ ધારણ કરી લીધો છે. દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય ખાતે આયોજિત એક કાર્યક્રમમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીનની હાજરીમાં તમામનું મીઠાઈ ખવડાવી સ્વાગત કરવામાં આવ્યું હતું.

રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના કુલ 10 સાંસદો છે, જેમાંથી બે તૃતીયાંશથી વધુ એટલે કે 7 સાંસદો હવે ભાજપમાં ભળી ગયા છે. રાઘવ ચઢ્ઢા, સ્વાતિ માલીવાલ, હરભજન સિંહ, સંદીપ પાઠક, અશોક મિત્તલ  અને રાજેન્દ્ર ગુપ્તા ભાજપમાં સામેલ થયા હતા.

પક્ષ પલટો કરનાર નેતાઓએ આમ આદમી પાર્ટીના નેતૃત્વ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા. રાઘવ ચઢ્ઢાએ કહ્યું, આમ આદમી પાર્ટી જે ઉદ્દેશ્ય સાથે બની હતી તે પૂરો થયો નથી. પાર્ટી હવે તેના સ્થાપિત સિદ્ધાંતોથી ભટકી ગઈ છે. હું ત્યાં ગુંગળામણ અનુભવી રહ્યો હતો, તેથી હવે સામાન્ય લોકોના હિત માટે ભાજપ સાથે જોડાઈ રહ્યો છું.

સ્વાતિ માલીવાલે પણ આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે, અરવિંદ કેજરીવાલના સંરક્ષણમાં પક્ષમાં ભ્રષ્ટાચાર વધ્યો છે. મહિલાઓ પર અત્યાચાર અને ગુંડાગર્દીની ઘટનાઓ વધી રહી છે. પંજાબની જનતા સાથે છેતરપિંડી અને લૂંટ થઈ રહી છે.

આ ઘટનાક્રમ અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ટોચના નેતૃત્વ માટે અત્યાર સુધીનો સૌથી મોટો રાજકીય આંચકો માનવામાં આવે છે. એકસાથે 7 સાંસદોનું તૂટવું એ સાબિત કરે છે કે પક્ષની અંદર આંતરિક અસંતોષ ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપમાં જોડાયેલા નેતાઓએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ હવે રાષ્ટ્રહિત અને જનતાની સેવામાં કાર્યરત થશે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch