નવી દિલ્હીઃ રાફેલ યુદ્ધ વિમાનના સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આરોપને લઈને વિરોધ પક્ષ કોંગ્રેસ અનેક વખત કેન્દ્રની મોદી સરકારને ઘેરવાનો પ્રયાસ કરી ચુક્યો છે. સમગ્ર મુદ્દો સુપ્રીમ કોર્ટમાં પણ પહોચ્યો હતો. હવે CAGએ ડિફેંસ ઓફસેટ પર એક રિપોર્ટ જાહેર કર્યો છે. જેમાં ચાલાકી કરવામાં આવી હોવાનો ખુલાસો કરવામાં આવ્યો છે.
આ રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, 36 રાફેલ યુદ્ધ વિમાનોના સોદાના ઓફસેટ કોન્ટ્રાક્ટની શરૂઆતમાં પ્રસ્તાવ હતો કે, ડીઆરડીઓને હાઈ ટેક્નોલોજી આપીને વેંડર પોતાનો 30 ટકા ઓફસેટ પુરો કરશે. પરંતુ હજી સુધી ટેક્નોલોજી ટ્રાંસફર સુનિશ્ચિત નથી થઈ શકી.ડીઆરડીઓને આ ટેક્નોલોજી સ્વદેશી તેજસ લાઈટ કોમ્બેટ એરક્રાફ્ટ માટે એંજિન (કાવેરી) વિકસાવવા માટે જોઈતી હતી. પરંતુ હજી સુધી વેંડરે ટ્રાંફર ઓફ ટેક્નોલોજી નક્કી નથી કરી.
CAG એ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે, ઓફસેટ પોલિસીથી ધાર્યા પરિણામો નથી મળી રહ્યાં માટે મંત્રાલયે પોલિસી અને તેને લાગુ કરવાની રીતની સમીક્ષા કરવાની જરૂર છે. જ્યાં પણ મુશ્કેલી આવી રહી છે તેની ઓળખ કરીને તેનું સમાધાન શોધવાની પણ તાતી જરૂરિયાત છે.
ફ્રાંસની ડેસોલ્ટ પાસેથી ભારતે કુલ 36 રાફેલ યુદ્ધ વિમાનો ખરીદવાનો સોદો નક્કી કર્યો હતો. આ સોદામાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના કોંગ્રેસે આરોપ લગાવ્યા હતાં. પરંતુ તેમાં કંઈ ખાસ નીકળ્યુ નહોતુ. હવે કોમ્પટોરલ જનરલે એટલે કે CAGએ પોતાનો વાર્ષિક રિપોર્ટ સંસદમાં મુક્યો છે. જેમાં કેગે રાફેલને લઈને કહ્યું છે કે, એવો કોઈ કેસ જણાયો નથી જેમાં કોઈ વિદેશી વેંડર મોટી ટેક્નોલોજી ભારતને આપી રહ્યો હોય. 29 જુલાઈએ ભારતને 5 રાફેલ મળી ગયા છે. ફ્રાંસ સાથે 36 રાફેલ વિમાનો માટે ભારતે 59 હજાર કરોડ રૂપિયાનો સોદો કર્યો હતો. ભારતની ઓફસેટ પોલિસી પ્રમાણે વિદેશી એંટિટીને કોન્ટ્રાક્ટનો 30 ટકા રિસર્ચ કે ઉપકરણો પરનો ખર્ચ ભારતમાં જ કરવાનો હોય છે. આ નિયમ 300 કરોડથી વધારેના દરેક ઈમ્પોર્ટ પર લાગુ થાય છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03