બળવાખોરો સેના અને સામાન્ય નાગરિકોને નિશાન બનાવી રહ્યાં છે
વારંવાર અહી હત્યાઓ થઇ રહી છે
સુદાનઃ અલ-ફાશીર શહેર નજીક ઊંટ પર આવેલા બળવાખોરો લગભગ 200 લોકોને એક જળાશય પાસે લઈ ગયા હતા અને તેમની હત્યા કરી નાખી હતી.પ્રત્યક્ષદર્શીનાં જણાવ્યાં અનુસાર તેઓ વંશીય અપશબ્દો બોલતા હતા અને પછી નિર્દોષ લોકોને ગોળી મારી દીધી હતી. તેને જણાવ્યું કે હુમલાખોરોમાંથી એકે તેને ઓળખી કાઢ્યો હતો પરંતુ તેને જવા દીધો હતો. તેણે બીજા લોકોને કહ્યું કે તેને ન મારશો નહીં. પરંતુ તેઓએ મારા મિત્રો અને બીજા બધાને મારી નાખ્યાં હતા.
પ્રત્યક્ષદર્શી ઇસ્માઇલ શહેરમાં ફસાયેલા તેના સંબંધીઓ માટે ખોરાક લઈ જઈ રહ્યો હતો. તે અને અન્ય લોકો નિઃશસ્ત્ર હતા. રોઇટર્સે ચાર સાક્ષીઓ અને છ રાહત કાર્યકરો સાથે વાત કરી. અલ-ફાશીરથી ભાગી રહેલા લોકોને નજીકના ગામોમાં રોકવામાં આવ્યાં હતા. પુરુષોને સ્ત્રીઓથી અલગ કરવામાં આવ્યાં અને પછી લઈ જવામાં આવ્યાં હતા. ત્યારબાદ ગોળીબારનો અવાજ સંભળાયો હતો.
યુએન માનવાધિકાર કાર્યાલયે શુક્રવારે જણાવ્યું કે અનેક નિર્દોષ લોકો માર્યા ગયા છે. જે ભયાનક યુદ્ધ અપરાધ છે.
ન્યૂઝ એજન્સી રોઇટર્સે સોશિયલ મીડિયા પર ત્રણ વીડિયો ચકાસ્યા છે, જેમાં RSF યુનિફોર્મ પહેરેલા પુરુષો લોકોને ગોળીબાર કરતા દેખાય છે, ગોળીબાર પછી મૃતદેહોના ઢગલા દેખાય છે.
આરએસએફના કમાન્ડરે કહ્યું કે મીડિયા આ વાતને વધુ પડતી ફેલાવી રહ્યું છે, સેના પોતાની હાર છુપાવવાનો પ્રયાસ કરી રહી છે. કમાન્ડરે દાવો કર્યો હતો કે કેટલાક સૈનિકો અને લડવૈયાઓ નાગરિકો તરીકે પોતાને રજૂ કરીને ભાગી જવાનો પ્રયાસ કરી રહ્યાં હતા.તેથી, તેમને પૂછપરછ માટે લઈ જવામાં આવ્યાં હતા. દાવા મુજબ કોઈ હત્યા થઈ નથી.
આંતરરાષ્ટ્રીય તબીબી સંસ્થા મેડેસિન્સ સાન્સ ફ્રન્ટીઅર્સ (MSF) એ જણાવ્યું કે પ્રત્યક્ષદર્શીઓએ 26 ઓક્ટોબરના રોજ સુદાનની સેના અને તેના સાથી જૂથોના લોકોને ભાગવાનો પ્રયાસ કરતા જોયા હતા.પરંતુ મોટાભાગના લોકોની બળવાખોર RSF એ હત્યા કરી નાખી છે, અહીં સેના સામે બળવાખોરો મજબૂત બની રહ્યાં છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
40 કરોડ રૂપિયાની કિંમતનો 100 કિલો મેફેડ્રોન, રાજસ્થાનમાં ડ્રગ લેબનો પર્દાફાશ, 5 લોકોની ધરપકડ | 2025-11-15 19:25:33
નકલી ચલણ બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ, 10 પાસ વ્યક્તિએ ઘરે જ સેટઅપ તૈયાર કર્યું, 2 લાખ રૂપિયાની ચલણ જપ્ત | 2025-11-15 19:11:51
સનસનીખેજ બનાવ...રાજકોટમાં પતિએ પત્નીને ગોળી મારી, પોતે આત્મહત્યા કરી લીધી | 2025-11-15 12:54:34
શ્રીનગરના નૌગામ પોલીસ સ્ટેશનમાં જોરદાર વિસ્ફોટ, 9 લોકોનાં મોત, 27 લોકો ઘાયલ | 2025-11-15 07:59:45
લાંચનો જોરદાર કિસ્સો....રૂપિયા 1 કરોડની લાંચની માંગણી, ASI અને બે શખ્સો એસીબી ટ્રેપમાં ફસાયા | 2025-11-14 22:27:48
દિલ્હી વિસ્ફોટ પર PM મોદીનું ભાષણ, કહ્યું, કોઈ પણ કાવતરાખોરને બક્ષવામાં આવશે નહીં | 2025-11-11 12:52:04
નેપાળમાં ટ્રેકિંગ દરમિયાન ગુમ થયેલા બારડોલીના પિતા-પુત્રીના મૃતદેહ મળ્યાં | 2025-11-10 11:01:20
માલીમાં આતંકવાદીઓએ 5 ભારતીયોનું અપહરણ કર્યું, પરિવારજનોએ કરી છોડાવવાની માંગ | 2025-11-08 10:03:04
અમેરિકામાં મસમોટું નાણાંકીય કૌભાંડ ! ગુજરાતી મૂળના CEO પર રૂ. 4,000 કરોડની છેતરપિંડીનો આરોપ | 2025-11-01 09:57:29
કાશ્મીરમાં આતંકી ડોક્ટર ઉમર નબીનું ઘર તોડી પાડવામાં આવ્યું, આખી રાત ઓપરેશન ચાલ્યું | 2025-11-14 08:56:41
દિલ્હી બોમ્બ વિસ્ફોટોનું ષડયંત્ર કોણે કર્યું હતું ? તપાસમાં માસ્ટર માઇન્ડનું નામ આવ્યું બહાર | 2025-11-13 09:23:08
દિલ્હી બ્લાસ્ટ: ડો. ઉમર જ હતો વિસ્ફોટવાળી કારમાં, DNA રિપોર્ટમાં મોટો ખુલાસો | 2025-11-13 08:44:49
મુંબઈમાં ડિજિટલ ધરપકડ અને 58 કરોડ રૂપિયાની છેતરપિંડી, તપાસમાં ચીન- હોંગકોંગ- ઇન્ડોનેશિયા કનેક્શન ખુલ્યું | 2025-11-12 09:24:38