Sat,20 April 2024,10:24 am
Print
header

બોક્સ ઓફિસ પર RRR ની ધમાલ, કમાણી રૂ.700 કરોડને પાર - Gujarat post

પહેલાં વીકમાં 'RRR'ના હિંદી વર્ઝને 131.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો   

'RRR'એ 7 દિવસમાં 709.36 કરોડની કમાણી કરી  

મુંબઇઃ એસએસ રાજામૌલીની જુનિયર એનટીઆર અને રામ ચરણ અભિનીત RRR એ થિયેટરોમાં એક સપ્તાહ સફળતાપૂર્વક પૂર્ણ કર્યું છે.7 દિવસમાં ફિલ્મે બોક્સ ઓફિસના અનેક રેકોર્ડ તોડી નાખ્યાં છે. સાતમા દિવસે ફિલ્મ વિશ્વભરમાં રૂ. 30 કરોડથી વધુનું કલેક્શન કરવામાં સફળ રહી, આ રીતે કુલ કલેક્શન રૂ.700 કરોડથી વધુ થયું છે. RRR ઈતિહાસ રચવા જઈ રહી છે. આ ફિલ્મની કમાણી 700 કરોડ રુપિયાને પાર થઈ ગઇ છે.

પહેલા વીકમાં 'RRR'ના હિંદી વર્ઝને 131.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે.ફિલ્મ રિલીઝ થયાના સાતમા દિવસે 'RRR'એ 11.50 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો હતો. 'RRR'એ 7 દિવસમાં 709.36 કરોડની કમાણી કરી છે. 'RRR'ના હિંદી વર્ઝને દિલ્હી-NCR, ઉત્તર પ્રદેશ, બિહારમાં સૌથી વધુ કમાણી કરી છે. મુંબઇ અને ગુજરાત-સૌરાષ્ટ્ર સર્કિટમાં ફિલ્મે સારો દેખાવ કર્યો છે.

વર્લ્ડવાઇડ કલેક્શનમાં આ ફિલ્મે 6 દિવસમાં 652 કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. સાતમા દિવસે ફિલ્મે 37.20 કરોડની કમાણી કરી છે. ફિલ્મે 'બાહુબલી'ના લાઇફટાઇમ કલેક્શન કરતાં વધુ કમાણી કરી છે. 'બાહુબલી'નું લાઇફટાઇમ કલેક્શન 650 કરોડ રૂપિયા હતું. આ રીતે રાજામૌલીની ફિલ્મ આરઆરઆર ઈતિહાસ રચવા જઈ રહી છે.

ફિલ્મનું હિંદી વર્ઝન ડિરેક્ટર રાજમૌલિની જ પહેલી બ્લોકબસ્ટર ફિલ્મ 'બાહુબલી'નો રેકોર્ડ તોડી નાખશે.આ ફિલ્મ થોડાક જ દિવસમાં 200 કરોડથી વધુની કમાણી કરી લેશે. રાજમૌલિની ત્રીજી ફિલ્મે હિંદીમાં 100 કરોડથી વધુની કમાણી કરી છે. આ પહેલાં 'બાહુબલી' તથા 'બાહુબલી 2'ના હિંદી વર્ઝને 100 કરોડ ક્લબમાં એન્ટ્રી લીધી હતી. રામચરણ તથા જુનિયર NTRની પહેલી હિંદી ફિલ્મ છે, જેણે 100 કરોડથી વધુનો વકરો કર્યો છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch