Tue,16 April 2024,4:32 pm
Print
header

રાજામૌલીની ફિલ્મ RRR એ બોક્સ ઓફિસ પર મચાવી દીધી ધમાલ, રૂ. 1000 કરોડની ક્લબમાં સામેલ- Gujarat post

એસએસ રાજામૌલીની ફિલ્મ RRR દેશની ત્રીજી મોટી ફિલ્મ બની 

RRR મૂવીએ 16 દિવસમાં દુનિયાભરમાં 1000 કરોડ રૂપિયાની કરી કમાણી 

મુંબઇઃ એસએસ રાજામૌલીની ફિલ્મ RRRએ કમાણીનો નવો રેકોર્ડ બનાવી લીધો છે. રિપોર્ટ છે કે આ ફિલ્મે 1000 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે, અને આ ઉપલબ્ધિ મેળવનારી દેશની ત્રીજી મોટી ફિલ્મ બની ગઇ છે.ફિલ્મ રિલીઝના 16માં દિવસે એસ એસ રાજામૌલીની RRRએ બૉક્સ ઓફિસ પર ધમાલ મચાવી દીધી છે. મોટી મોટી ફિલ્મો પર નજર રાખનારા મનોબાલા વિજયબાલને ફિલ્મની કમાણીનો તાજા આંકડો શેર કર્યો છે. તે અનુસાર RRR મૂવીએ 16 દિવસમાં દુનિયાભરમાં 1000 કરોડ રૂપિયાની કમાણી કરી છે.આ પહેલા આ લિસ્ટમા માત્ર પ્રભાસની બાહુબલી 2 (Bahubali 2) અને આમિર ખાનની દંગલ (Dangal) જ સામેલ થઇ ચૂકી છે. હવે RRR ત્રીજી ફિલ્મ છે જે આ ક્લબમા સામેલ થઇ ચૂકી છે.

તરણ આદર્શે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરીને RRRના બોક્સ ઓફિસ કલેક્શન વિશે જણાવ્યું છે. રૂ.1000 કરોડના બિઝનેસનું પોસ્ટર શેર કરતાં તરણ આદર્શે લખ્યું- RRRએ વિશ્વભરમાં 1000 કરોડનો બિઝનેસ કર્યો છે. એસએસ રાજામૌલીએ ફરી એકવાર તે કર્યું છે. ભારતીય સિનેમાનું ગૌરવ પાછું લાવ્યાં છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch