Wed,24 April 2024,9:05 am
Print
header

HDFC બેંક સામે RBI ની મોટી કાર્યવાહી, રૂ. 10 કરોડનો ફટકાર્યો દંડ

મુંબઇઃ ભારતીય રિઝર્વ બેંકે HDFC બેંક પર મોટી કાર્યવાહી કરી છે. રિઝર્વ બેંકે બેંકિંગ વિનિયમન અધિનિયમ 1949ની કલમ 6(2) અને કલમ 8 ની જોગવાઇના ઉલ્લઘંન કરવા બદલ HDFC બેંકને 10 કરોડ રુપિયાનો દંડ ફટકાર્યો છે. આરબીઆઇએ કેટલાક નિયમોના ભંગ બદલ HDFC બેંક લિમિટેડ પર 10 કરોડ રૂપિયાની નાણાકીય દંડ લગાવ્યો છે.

RBIએ જણાવ્યું કે આ કાર્યવાહી નિયમનકારી પાલનની ખામીઓ પર આધારિત કરવામાં આવી છે તેનો હેતુ ગ્રાહકો સાથે બેંકે કરેલા અન્યાય સામે કાર્યવાહીનો છે. HDFC બેંકના ઓટો લોન પોર્ટફોલિયોમાં ગેરરીતિઓ અંગે RBIને વ્હિસલ બ્લોઅર તરફથી ફરિયાદ મળી હતી. RBIએ જણાવ્યું કે કાયદાની જોગવાઈનું ઉલ્લંઘન અને નિયમનકારી નિર્દેશો બહાર આવ્યાં છે.

બેંક દ્વારા શો કોઝ નોટિસનો જવાબ આપ્યાં બાદ સુનાવણી દરમિયાન કરવામાં આવેલી મૌખિક અરજીઓ અને બેંક દ્વારા રજૂ કરાયેલી સ્પષ્ટતા અને દસ્તાવેજોની તપાસ કર્યાં બાદ આરબીઆઈએ નિષ્કર્ષ પર આવી કે અધિનિયમની જોગવાઈઓનું ઉલ્લંઘન થયું છે જેને લીધે દંડ કરવામાં આવ્યો છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch