Fri,19 April 2024,8:18 am
Print
header

આજે મધ્યરાત્રિથી આરંભ થશે પુષ્ય નક્ષત્ર, ધન સુખ આપશે આ ઉપાય

અમદાવાદઃ જો આપણે શાસ્ત્રોની વાત કરીએ તો ધાર્મિક માન્યતાઓ અનુસાર અત્યારે ભગવાન વિષ્ણુનો સૌથી પ્રિય મહિનો અધિક માસ ચાલી રહ્યો છે. આ અધિક માસમાં 11 ઓક્ટોબરના રોજ અત્યંત દુર્લભ શુભ સંયોગ એટલે કે રવિ પુષ્ય નક્ષત્ર યોગ બની રહ્યો છે. અધિક માસમાં આવનારા પુષ્ય નક્ષત્ર સર્વ સિદ્ધિદાયક હોય છે. આ દિવસે ભગવાન વિષ્ણુ અને મહાલક્ષ્મીની પૂજા કરવાથી સમસ્ત પ્રકારના કાર્ય સિદ્ધ કરી શકાય છે. આ રવિ પુષ્ય નક્ષત્રની શરૂઆત 10 ઑક્ટોબરના રોજ મધ્ય રાત્રી પછી 1 વાગેને 16 મિનિટ પર થશે. એટલે કે 11 ઑક્ટોબરે સવારે 1:16થી નક્ષત્ર શરૂ થઇ જશે અને 11 ઑક્ટોબરે મધ્યરાત્રી પછી 1:17 પર આ રવિ પુષ્ય નક્ષત્ર સમાપ્ત થઇ જશે.

ધન સુખ આપશે આ ઉપાય

શ્રી સૂક્ત તેમજ શ્રી મહાલક્ષ્મી અષ્ટકમનો પાઠ કરો

રોટલી પર મધ ચોપડીને ગાયને ખવડાવો

કપૂરમાં પીળી સરસવ નાંખી ભગવાન નારાયણ સંગ મહાલક્ષ્મીની આરતી કરો

મહાલક્ષ્મીને ગુલાબના ફુલોનો હાર પહેરાવો

માં લક્ષ્મીને પાણીવાળા નારિયેળ, મધ, સાબુદાણાની ખીરનો ભોગ અર્પણ કરો

ધન સંબંધિત કોઇપણ સમસ્યાનું નિવારણ કરવા માટે આ મંત્રનો જાપ અવશ્ય કરો- ऊं श्रीं ह्रीं दारिद्रय विनाशिन्ये धनधान्य समृद्धि देहि देहि नम:

માતા લક્ષ્મી આ મંત્રથી બહુ જલદી પ્રસન્ન થઇ જાય છે- ऊं श्री विघ्नहराय पारदेश्वरी महालक्ष्यै नम:

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar