Thu,25 April 2024,2:18 pm
Print
header

પંજાબઃ સેનાનું મિગ 21 ક્રેશ થતા પાયલટનું મોત, તપાસના અપાયા આદેશ

લુધિયાણાઃ પંજાબના મોગામાં મોડી રાતે એક વાગ્યે સેનાનું ફાઇટર જેટ મિગ-21 ક્રેશ થયું હતું. ટ્રેનિંગમાં પાયલટ અભિનવે રાજસ્થાનના સૂરતગઢથી ઉડાન ભરી હતી. જે બાદ વિમાન ક્રેશ થયું હતું જેમાં પાયલટનું મોત થયું છે. ઘટનાને લઈને તપાસના આદેશ આપવામાં આવ્યાં છે.

દુર્ઘટના બાદ વિમાન આગની જ્વાળામાં લપેટાઈ ગયું હતું. શુક્રવારે સવારે પાયલટ અભિનવની ડેડ બોડી મળી આવી છે. ઈન્ડિયન એરફોર્સના ઓફિસરોના કહેવા મુજબ,મોગાના કસ્બા બાઘાપુરાના લંગિયાના ખુર્દ પાસે વિમાન તૂટી પડ્યું હતું. જે બાદ સ્થળ પર સેના અને તંત્ર પહોંચી ગયું હતું. પાયલટના મોત પર વાયુસેનાએ દુખ વ્યક્ત કર્યું છે નોંધનિય છે કે આ અગાઉ પણ મિગ ક્રેશ થયાના અનેક બનાવો છે અને હવે વધુ એક સેનાનું મિગ ક્રેશ થઇ ગયું છે.

એક જમાનામાં ફાઇટર જેટ મિગ-21 વિમાન ભારતીય વાયુસેનાની કરોડરજ્જુ ગણાતા હતા. હવે ચાર સ્કવોર્ડન બચ્યાં છે. તેની દેખભાળ અને અપગ્રેડ કરવામાં આવ્યાં હોય પરંતુ આ વિમાન હવે ઉડાન માટે ફીટ ન હોવાના દાવા છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch