Tue,23 April 2024,11:57 pm
Print
header

પંજાબની ભગવંત માન સરકારે ભ્રષ્ટાચાર મામલે IAS અધિકારીની કરી ધરપકડ- Gujarat Post

(file photo)

પંજાબ સરકાર ભ્રષ્ટાચારી અધિકારીઓ સામે કરી રહી છે કાર્યવાહી

સોમવારે સાંજે 2008ની બેચના IAS કરી ધરપકડ 

કોન્ટ્રાકટરો પાસેથી લાંચ લેવાના આરોપમાં થઈ કાર્યવાહી

ચંદીગઢઃ પંજાબ સરકારે ભ્રષ્ટાચારના કેસમાં વધુ એક અધિકારી સામે કાર્યવાહી કરી છે. ભ્રષ્ટાચારના કેસમાં વિજિલન્સ વિભાગે સોમવારે સાંજે 2008 બેચના IAS અધિકારી સંજય પોપલીની ધરપકડ કરી છે, તેમના કોન્ટ્રાક્ટરો પાસેથી લાંચ લેવાનો આરોપ છે. એક વીડિયો સામે આવ્યાં બાદ માન સરકારે આ કાર્યવાહી કરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર સુએજ બોર્ડમાં રહેતા કોન્ટ્રાક્ટર પાસેથી કમિશનની માંગણી કરી હતી. પ્રથમ હપ્તો આપવામાં આવ્યો હતો,જ્યારે બીજા હપ્તા માટે દબાણ બનાવવામાં આવી રહ્યું હતું. જે બાદ પુરાવા મળ્યાં પછી ચંદીગઢથી પોપલીની ધરપકડ કરવામાં આવી હતી. તેઓ હાલમાં પેન્શન ડિરેક્ટરના પદ પર હતા

આમ આદમી પાર્ટી (AAP)ની આગેવાની હેઠળની પંજાબ સરકાર ભ્રષ્ટાચાર અને સંબંધિત બાબતોમાં સતત પગલાં લઈ રહી છે. તાજેતરમાં પંજાબના આરોગ્ય પ્રધાન વિજય સિંગલાને ભગવંત માન સરકારની કેબિનેટમાંથી બરતરફ કરવામાં આવ્યાં હતા અને ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.મુખ્યમંત્રીએ કહ્યું કે આ લોકો ભ્રષ્ટાચારના મામલામાં સંડોવાયેલા છે અને તેમની પાસે તેના પુરાવા છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch