ઈરાનની બગડતી અર્થવ્યવસ્થાને કારણે શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો ગ્રામીણ વિસ્તારોમાં ફેલાઈ ગયા છે. પ્રદર્શનો દરમિયાન થયેલી હિંસામાં 7 લોકોના મોત થયા છે. ગુરુવારે પાંચ લોકોના મોત થયા હતા. જ્યારે બુધવારે એક વ્યક્તિું મોત થયું હતું. આ અથડામણમાં ઈરાનના અર્ધલશ્કરી દળના એક સૈનિકનું પણ મોત થયું હતું જ્યારે 13 થી વધુ લોકો ઘાયલ થયા હતા.
વિરોધ પ્રદર્શનો 50 થી વધુ શહેરોમાં ફેલાઈ ગયા
ઈરાનમાં હિંસક વિરોધ પ્રદર્શનો દરમિયાન થયેલા મોત બાદ વિરોધીઓ બેકાબૂ થઈ રહ્યાં હોય તેવું લાગે છે. તેહરાનથી શરૂ થયેલા વિરોધ પ્રદર્શનો હવે ઈરાનના 50 થી વધુ શહેરોમાં ફેલાઈ ગયા છે. વધતી મોંઘવારીને કારણે શરૂ થયેલો આ વિરોધ સુરક્ષા દળોની કાર્યવાહી બાદ વધુ તીવ્ર બન્યો છે. ઈરાનના લોરેસ્તાન પ્રાંતના તેહરાનથી 300 કિલોમીટર દક્ષિણપશ્ચિમમાં સ્થિત અજના શહેરમાં સૌથી હિંસક અથડામણ થઈ હતી.
સુરક્ષા દળો અને વિરોધીઓ વચ્ચે અથડામણો ફાટી નીકળી
ઈરાનના લોરાદાગનમાં સુરક્ષા દળો અને સશસ્ત્ર વિરોધીઓ વચ્ચે ઉગ્ર અથડામણો ફાટી નીકળી છે. વિરોધીઓએ ગવર્નરની ઓફિસને આગ ચાંપી દીધી છે. કેટલાક શહેરોમાં ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડની ઇમારતો પર પણ વિરોધીઓએ કબજો જમાવ્યો છે. વિરોધીઓએ કોર્ટની ઇમારતો પર પણ કબજો જમાવ્યો છે. ઈરાની રાજ્ય મીડિયાએ 6 લોકોની ધરપકડના અહેવાલ આપ્યા છે. આ ધરપકડો શા માટે કરવામાં આવી તે જણાવવામાં આવ્યું ન હતું. આંતરરાષ્ટ્રીય મીડિયા અનુસાર, વિવિધ શહેરોમાં 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે.
વિરોધ પ્રદર્શનો તેહરાનથી શરૂ થયા હતા
ઈરાનમાં વિરોધ પ્રદર્શનો રાજધાની તેહરાનથી શરૂ થયા છે. સૌપ્રથમ, તેહરાનના વેપારીઓએ બગડતી વ્યાપારી સ્થિતિ સામે વિરોધ કૂચ કાઢી હતી. તેહરાન યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ ઉદ્યોગપતિઓના વિરોધમાં જોડાયા. આ પછી, આંદોલનની આગ અન્ય શહેરોમાં ફેલાઈ ગઈ અને હવે સમગ્ર ઈરાનમાં વિરોધીઓ રસ્તાઓ પર ઉતરી આવ્યાં છે. અમેરિકા અને યુરોપિયન દેશોએ પ્રતિબંધો લાદ્યા છે.
1979 ની ઇસ્લામિક ક્રાંતિ પછી અમેરિકા અને યુરોપિયન દેશોએ ઈરાન પર પ્રતિબંધો લાદ્યા છે. પ્રતિબંધોને કારણે ઈરાનની નાણાકીય સ્થિતિ કથળી ગઈ છે. ગયા વર્ષે જૂનમાં, ઇઝરાયલ સાથેની અથડામણ અને પછી અમેરિકાના બોમ્બમારા પછી ઇરાને પરમાણુ ક્ષેત્રમાં આંતરરાષ્ટ્રીય સંગઠનો સાથે સહયોગ બંધ કરી દીધો. અમેરિકા અને યુરોપિયન દેશોએ ઇરાન પર નવા પ્રતિબંધો લાદ્યા છે.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
ACB ટ્રેપઃ ઉનામાં પથ્થરોથી ભરેલું ટ્રેક્ટર નહીં રોકવા અને હેરાનગતિ નહીં કરવા રૂપિયા 2000 ની લાંચ લેતા વચેટિયો ઝડપાયો, હેડ કોન્સ્ટેબલ ફરાર | 2026-10-16 21:28:59
કનોટ પ્લેસમાં પ્રદર્શન પહેલાં જ અભિજીત દીપકેની અટકાયત, નેહા બોરાને પણ કસ્ટડીમાં લેવાયા | 2026-10-16 18:55:47
આપના ધારાસભ્ય ચૈતર વસાવાને હાઇકોર્ટે એક દિવસના હંગામી જામીન આપ્યાં, નાના ભાઈએ ઝેરી દવા પી લેતા હોસ્પિટલમાં દાખલ કરાયા છે | 2026-10-16 18:25:12
અમરેલીઃ જાફરાબાદમાં 4 સગીરાઓ સાથે યૌન શોષણનો સનસનીખેજ બનાવ, નરાધમ શિક્ષક ઝડપાયો | 2026-10-16 09:49:21
દિલ્હીમાં CJP ની લહેરાદો તિરંગાના એલાનથી કનોટ પ્લેસ છાવણીમાં ફેરવાયું, દિપકેની સાંજે અટકાયત કરાઇ | 2026-10-16 09:40:17
નાઇજીરીયામાં વાયુસેનાનું વિમાન ક્રેશ, 32 લોકોનાં મોત, ત્રણ દિવસનો રાષ્ટ્રીય શોક | 2026-10-06 09:05:13
યુએસ પ્રમુખ ટ્રમ્પનો મોટો દાવો, ફ્લાય દુબઈ ફ્લાઇટમાં આતંકવાદી કાવતરા પાછળ ઈરાનનો હાથ | 2026-10-06 08:30:59
ફ્લાય દુબઈમાં કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર સહ-પાયલટની ઓળખ સામે આવી, તેનો ઇરાદો ઇઝરાયલમાં વિમાન ક્રેશ કરવાનો હતો | 2026-10-03 09:12:58
યુક્રેન યુદ્ધ પીએમ મોદીના વિચાર પર સમાપ્ત થઈ શકે છે, રશિયન રાષ્ટ્રપતિ પુતિનનું મોટું નિવેદન | 2026-10-02 09:48:54
ફ્લાય દુબઈના કેપ્ટન સ્મિત પર ઓમાનના કો-પાયલટે આવી રીતે છરી મારી હતી, ઇઝરાયલી પીએમ નેતન્યાહૂએ કહી આ વાત | 2026-10-02 09:32:21