Tue,17 June 2025,10:10 am
Print
header

સુરતના વરાછામાં એમ્બ્રોઈડરી યુનિટની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું- Gujarat Post

  • Published By
  • 2025-06-02 17:07:09
  • /
  • બાતમીને આધારે પોલીસે દરોડા પાડીને કાર્યવાહી કરી
  • મહિલા સંચાલક, દેહવ્યાપારનો ધંધો કરતી ત્રણ મહિલાઓ અને શરીર સુખ માણવા આવેલા 6 ગ્રાહકો ઝડપાયા

સુરતઃ શહેરમાંથી વધુ એક કૂટણખાનું ઝડપાયું હતું. જો કે આ વખતે સ્પા, હોટલ નહીં પણ એમ્બ્રોઈડરીના કારખાનામાં દેહવ્યાપારનો પર્દાફાશ થયો છે. વરાછા વિસ્તારમાં કૂટણખાનું ચાલતુ હોવાની પોલીસને બાતમી મળી હતી. જેને આધારે પોલીસે દરોડા પાડીને એમ્બ્રોઈડરી યુનિટના કારખાનામાં ચાલતા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે  સંચાલિકા, ત્રણ મહિલાઓ અને છ ગ્રાહકોને ઝડપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વરાછાના ઘનશ્યામ નગર ખાતે આવેલા એમ્બ્રોઈડરી યુનિટમાં બુધવારના રોજ પોલીસ દ્વારા દરોડા પાડતાં કૂટણખાનું ઝડપાયું હતું.

ઘનશ્યામ નગરમાં એમ્બ્રોઈડરીના અનેક યુનિટ્સ આવેલા છે, ત્યાં કામ કરતાં મજૂરો સહિતના લોકોને રહેવા માટેની રેસિડેન્સની વ્યવસ્થા પણ છે. ગ્રાહકોને બોલાવી ખાસ રૂમોમાં શરીર સુખની સુવિધાઓ પૂરી પાડવામાં આવતી હતી. આ આખું નેટવર્ક મહિલા સંચાલિકા કરતી હોવાનું સામે આવ્યું છે. ગ્રાહક પાસેથી 500, 700 અને 1000 રૂપિયા વસૂલવામાં આવતા હતા. 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch