Wed,16 July 2025,7:34 pm
Print
header

બિહારના પ્રખ્યાત ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને કરાઇ હત્યા, 6 વર્ષ પહેલા તેમના પુત્રની પણ હત્યા થઇ હતી

  • Published By panna patel
  • 2025-07-05 09:35:02
  • /

પટના: બિહારની રાજધાની પટનામાં ફરી એકવાર ગુંડાઓનો આતંક દેખાયો છે. શુક્રવારે (04 જુલાઈ) મોડી રાત્રે પટનાના ગાંધી મેદાન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારોએ ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની ગોળી મારીને હત્યા કરી નાખી હતી. ખેમકા પટનાના મોટા ઉદ્યોગપતિ હતા. તેઓ મગધ હોસ્પિટલના માલિક હતા. ગોપાલ ખેમકાના પુત્ર ગુંજન ખેમકાની 6 વર્ષ પહેલા બિહારના વૈશાલીના ઔદ્યોગિક પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગુનેગારો દ્વારા હત્યા કરવામાં આવી હતી.

ગોપાલ ખેમકા ગાંધી મેદાન રામ ગુલામ ચોક સ્થિત તેમના ઘર પાસે કારમાંથી નીચે ઉતરી રહ્યાં હતા. ત્યારે અજાણ્યા હુમલાખોરોએ તેમના પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ ગાંધી મેદાન પોલીસ સ્ટેશનની પોલીસ સાથે તમામ ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચીને સમગ્ર કેસની તપાસ હાથ ધરી છે.

પટણા સેન્ટ્રલ એસપીએ શું કહ્યું ?

પટણા સેન્ટ્રલ એસપી દીક્ષાએ જણાવ્યું કે 4 જુલાઈની રાત્રે, એવું જાણવા મળ્યું કે ગાંધી મેદાન દક્ષિણમાં એક એપાર્ટમેન્ટ પાસે ગોળી વાગવાથી પ્રખ્યાત ઉદ્યોગપતિનું મોત થયું છે. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે. પોલીસે ઘટના સ્થળેથી એક ગોળી અને એક શેલ જપ્ત કર્યો છે. સ્થળને સુરક્ષિત કરી લેવામાં આવ્યું છે અને FSL ટીમને બોલાવવામાં આવી છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. CCTV કેમેરા સ્કેન કરવામાં આવી રહ્યાં છે.

માહિતી મળતાં જ પોલીસે કાર્યવાહી કરીઃ એસપી

દોઢ કલાક પછી પોલીસ ઘટના સ્થળે પહોંચી હોવાના આરોપો અંગે એસપીએ કહ્યું કે, માહિતી મળતાં જ પોલીસ હોસ્પિટલ પહોંચી ગઈ હતી. ત્યાંથી ઘટના સ્થળની માહિતી મેળવ્યાં બાદ પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી. વેપારીને ગોળી વાગી હોવાનું જાણવા મળ્યું છે. ગુનેગારો બાઇક પર આવ્યાં હતા. પોલીસ તપાસ ચાલુ છે.

ગોળીબાર કર્યા પછી ગુનેગારો ફરાર થઈ ગયા

આ ગુના બાદ પોલીસની કાર્યશૈલી પર સવાલો ઉભા થવા લાગ્યાં છે. ગુનેગારોએ ગુનો કેમ કર્યો તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. ગુનેગારો ગોળીબાર કર્યા પછી ભાગી ગયા હતા. ઘટના બાદ મોડી રાત્રે સાંસદ પપ્પુ યાદવ પણ ઘટના સ્થળે પહોંચ્યાં હતા.

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch