Mon,09 December 2024,11:40 am
Print
header

ભ્રષ્ટાચારમાં ગૌતમ અદાણી સાથે વડાપ્રધાન મોદી પણ સામેલ છે, રાહુલ ગાંધીના જોરદાર પ્રહાર

નવી દિલ્હીઃ વડાપ્રધાન મોદી પર આકરા પ્રહારો કરતા વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે ભ્રષ્ટાચારમાં ગૌતમ અદાણી સાથે વડાપ્રધાન મોદી પણ સામેલ છે. અમેરિકામાં લાંચ લેવાનો આરોપ લાગ્યાં બાદ તેમને ઉદ્યોગપતિ અદાણીની ધરપકડની માંગ કરી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે અદાણીનું રૂ. 2,000 કરોડના કૌભાંડ અને અન્ય ઘણા કેસોમાં નામ હોવા છતાં તેઓ બહાર ફરે છે કારણ કે તેમને પીએમ મોદી દ્વારા સુરક્ષા આપવામાં આવે છે.

રાહુલે કહ્યું કે અદાણીએ ભારતીય કાયદા અને અમેરિકન કાયદા બંનેનો ભંગ કર્યો છે. મને આશ્ચર્ય થાય છે કે અદાણી આઝાદ વ્યક્તિની જેમ આ દેશમાં કેમ ફરે છે. અમે જે કહ્યું હતું તેની આ પુષ્ટિ છે, વડાપ્રધાન અદાણીને બચાવી રહ્યાં છે અને વડાપ્રધાન અદાણીની સાથે ભ્રષ્ટાચારમાં સામેલ છે.

જેપીસીની માંગ

રાહુલે કહ્યું કે અમે આ મુદ્દો ઉઠાવી રહ્યાં છીએ, સંસદમાં આ મુદ્દો ઉઠાવવાની મારી જવાબદારી છે. જેપીસીની માંગ અમારી છે. અમે ઈચ્છીએ છીએ કે અદાણીજીની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે. અમે જાણીએ છીએ કે અદાણીની ધરપકડ કરવામાં આવશે નહીં કારણ કે વડાપ્રધાન તેમની પાછળ ઉભા છે. અહીંનો યુવક નાનો ગુનો કરે તો જેલમાં જાય છે પણ અદાણીને કંઈ થતું નથી.

અનેક દેશોમાં જઇને મોદીએ અદાણીને મદદ કરી

અદાણીના વિદેશમાં બિઝનેસનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું, અદાણીએ મોદીજીની મદદથી બાંગ્લાદેશમાં કામ કર્યું છે, ત્યાં તપાસ શરૂ થઈ છે. શ્રીલંકામાં તપાસની વાત છે. કેન્યામાં પણ...આ એક પેટર્ન છે, વડાપ્રધાન જ્યાં પણ જાય છે તેઓ ભારત સરકારની વિશ્વસનીયતાને લાઇન પર મૂકે છે અને અદાણીજીને બિઝનેસ અપાવે છે. સત્ય બહાર આવશે અને અમે તેમને છોડવાના નથી.

માધવી પુરી અદાણીનું રક્ષણ કરી રહ્યાં છે

સેબી ચીફ માધવી પુરી બૂચનો ઉલ્લેખ કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, માધવી પુરી અમારું પહેલું ઉદાહરણ હતું, અમે બતાવ્યું કે માધવી પુરી બૂચ તેમનું કામ નથી કરતા. તેનું કારણ ભ્રષ્ટાચાર છે. તેમને દૂર કરવામાં આવ્યાં નથી. તેમને હટાવવામાં આવ્યાં નથી, દેશ જાણે છે કે માધવી બુચ ભ્રષ્ટ છે અને તે અદાણીને રક્ષણ આપે છે.

મુખ્યમંત્રી 10-15 કરોડ માટે અંદર જાય છે - રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતાએ કહ્યું, ભારતમાં અદાણીજીનું કંઈ થઈ શકે તેમ નથી. મુખ્યમંત્રી 10-15 કરોડ રૂપિયા માટે અંદર જાય છે અને અદાણીજી 2000 કરોડનું કૌભાંડ કરે છે અને બહાર ફરે છે. કારણ કે નરેન્દ્ર મોદી તેમની સુરક્ષા કરી રહ્યાં છે. અમેરિકાની તપાસ કહે છે કે અદાણીએ ભારત અને અમેરિકામાં ગુના કર્યા છે. પરંતુ ભારતમાં અદાણી સામે કોઈ કાર્યવાહી કરવામાં આવી રહી નથી. અમારી માંગ છે કે અદાણીની આજે જ ધરપકડ થવી જોઈએ. માધવી બુચ જે તેમની રક્ષક છે, તેમની તપાસ થવી જોઈએ અને તેમને પદ પરથી હટાવવા જોઈએ.

રાજ્યોએ પણ પગલાં લેવા જોઈએ

રાહુલ ગાંધીએ કહ્યું, આ મામલામાં જે પણ સામેલ છે તેની સામે કાર્યવાહી થવી જોઈએ. તમે રાજ્યોના નામ લીધા છે. આમાં રાજસ્થાન પણ સામેલ છે, થોડા દિવસ પહેલા જ ભાજપ સરકારે રાજસ્થાનમાં આવો કોન્ટ્રાક્ટ કર્યો હતો. ભાજપ સરકારે મહારાષ્ટ્રમાં પણ આવો જ કોન્ટ્રાક્ટ કર્યો છે અને તે જ છે અને છત્તીસગઢમાં પણ તેવો જ હતો. હું કહું છું કે જ્યાં પણ આવું બન્યું છે, પછી તે ભાજપની સરકાર હોય કે વિપક્ષની સરકાર, ત્યાં તપાસ થવી જોઈએ અને અદાણીને સજા મળવી જોઈએ.

રાહુલ ગાંધીએ કહ્યું કે મુખ્ય વાત એ છે કે કિંગપિન છે તેને જેલમાં જવું જોઈએ અને તેમની પૂછપરછ થવી જોઈએ. અમેરિકાની FBIએ કહ્યું છે કે અદાણી ભારતમાં દરરોજ ભ્રષ્ટાચાર કરી રહ્યાં છે. જ્યાં ભ્રષ્ટાચાર છે ત્યાં તપાસ થવી જ જોઈએ. અદાણીએ ભારતને હાઇજેક કર્યું છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch