પોડકાસ્ટ ઇન્ટરવ્યૂંમાં ગોધરા પર બોલ્યાં મોદી
નવી દિલ્હીઃ ગુજરાતમાં ફેબ્રુઆરી 2002માં થયેલા ગોધરા રમખાણો પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ખુલીને વાત કરી. પીએમ મોદીએ કહ્યું કે મને ધારાસભ્ય બન્યાંને ત્રણ દિવસ પણ થયા ન હતા અને ગોધરામાં રમખાણો થયા. રમખાણોના સમાચાર મળતાં જ મેં ગોધરા જવાનું નક્કી કર્યું. ગોધરાની વાસ્તવિકતા મેં મારી આંખે જોઈ છે. ગોધરાની તસવીરો ખૂબ જ દર્દનાક હતી. મને કહેવામાં આવ્યું કે ટ્રેનમાં આગ લાગી હતી.
ઘાયલોને મળવા હોસ્પિટલ ગયા
પીએમ મોદીએ કહ્યું કે ગોધરામાં પાંચ જગ્યાએ બોમ્બ બ્લાસ્ટ થયા હતા. તમે કલ્પના નહીં કરી શકો કે તે પરિસ્થિતિ કેવી હશે. મેં મારા સિક્યુરીટીવાળા લોકોને કહ્યું કે મારે પોલીસ કંટ્રોલ રૂમમાં જવું છે. તેના પર સુરક્ષાકર્મીઓએ સુરક્ષાનું કારણ આપીને ત્યાં જવાની ના પાડી દીધી હતી. મેં કહ્યું ગમે તે થાય હું ત્યાં જઈશ. હું આવીને ગાડીમાં બેઠો. મેં કહ્યું હું પહેલા હોસ્પિટલ જઈશ. સુરક્ષાકર્મીઓનું કહેવું હતું કે દરેક જગ્યાએ સ્થિતિ તંગ છે. તેમ છતાં મારી જવાબદારી નિભાવીને હું ઘાયલોને જોવા હોસ્પિટલ પહોંચ્યો હતો.
રમખાણો સમયે નરેન્દ્ર મોદી વિધાનસભામાં હતા
પીએમ મોદીએ કહ્યું કે મને જવાબદારીની ભાવના છે. હું 24 ફેબ્રુઆરી 2002ના રોજ પહેલીવાર ધારાસભ્ય બન્યો હતો. 27 ફેબ્રુઆરીએ પહેલીવાર વિધાનસભામાં ગયા. તેમને ધારાસભ્ય બન્યાને ત્રણ દિવસ પણ થયા ન હતા ત્યારે અચાનક ગોધરાની ઘટના બની. એ વખતે હું વિધાનસભામાં હતો. અને પછી મે કહ્યું કે મારે ગોધરા જવું છે.
મેં કહ્યું કે પહેલા આપણે વડોદરા જઈશું અને ત્યાંથી હેલિકોપ્ટર લઈશું. મને કહેવામાં આવ્યું કે ત્યાં કોઈ હેલિકોપ્ટર નથી. મેં કહ્યું, ચાલો જોઈએ કે આપણે કોઈ શોધીએ. સિંગલ એન્જિન હેલિકોપ્ટર મળી આવ્યું હતું. મને કહેવામાં આવ્યું કે વીઆઈપીને હેલિકોપ્ટરથી લઈ જઈ શકાય નહીં. મેં તેમની સાથે દલીલ કરી કે હું VIP નથી. હું સામાન્ય માણસ છું. હું લેખિતમાં આપું છું કે જો કંઈ થશે તો તેની જવાબદારી મારી રહેશે. આ પછી અમે ગોધરા પહોંચ્યાં હતા.
દ્રશ્યો ખૂબ પીડાદાયક હતા
હું ખૂબ જ ચિંતિત હતો. હું ગોધરા ગયો ત્યારે જોયું કે ત્યાંની તસવીરો ખૂબ જ દર્દનાક હતી. હું પણ માણસ છું. મારી સાથે તે બધું થયું જે માણસની અંદર થાય છે. તે સમયે મારાથી જે થઈ શકે તે મેં કર્યું.
અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
'Can't forget February 24, 2002:' PM Modi recalls the escalating tension in Godhra three days after becoming a first-time MLA and much more in his debut podcast with Zerodha's Nikhil Kamat
— Republic (@republic) January 10, 2025
Tune in to watch the full podcast here: https://t.co/TiW4XH3n8f… #PMModi #NikhilKamath… pic.twitter.com/QNUh2M9fMU
ટ્રમ્પ શાસનમાં 20 હજાર ભારતીયો પેપર્સ વગર અટવાયા... ફાઇનલ હટાવવાનો આદેશ આવવાનો છે | 2025-01-22 14:59:10
અમદાવાદ એરપોર્ટ પરથી 7 કરોડનું ડ્રગ્સ ઝડપાયું, ચાર દિવસમાં બીજી ઘટના - Gujarat Post | 2025-01-22 14:33:12
કર્ણાટકમાં ફળ-શાકભાજી વેચવા જતી ટ્રક ખીણમાં ખાબકી, 10 લોકોનાં મોત - Gujarat Post | 2025-01-22 11:59:29
તુર્કીના રિસોર્ટમાં ભીષણ આગ, અત્યાર સુધીમાં 66 લોકોનાં મોત, લોકો ડરના કારણે બારીમાંથી કૂદી પડ્યાં | 2025-01-21 20:28:51
ગૌતમ અદાણી મહાકુંભમાં, CM ભૂપેન્દ્ર પટેલ આ તારીખે લગાવશે આસ્થાની ડૂબકી - Gujarat Post | 2025-01-21 11:40:26
અરવિંદ કેજરીવાલની કાર પર પથ્થરમારો, AAPએ પ્રવેશ વર્મા પર લગાવ્યો મોટો આરોપ | 2025-01-18 18:56:50
શું ભાજપ સરકાર અમરેલીની દીકરીની જેમ કાર્તિક પટેલનો પણ વરઘોડો કાઢશે ? અમિત ચાવડાનું ટ્વિટ- Gujarat Post | 2025-01-18 18:39:12
અમરેલી લેટર કાંડઃ પરેશ ધાનાણીનાં ધરણાં પૂરા થયા, હવે ન્યાયની લડાઈની શરૂઆત | 2025-01-11 19:38:31
હું ભગવાન નથી, મારાથી પણ ભૂલ થઈ શકેઃ પ્રથમ પૉડકાસ્ટમાં બોલ્યા પીએમ મોદી - Gujarat Post | 2025-01-10 11:14:56
મુંબઈ પોલીસે સૈફ પર હુમલાના આરોપીને સાથે રાખી ક્રાઈમ સીન રિક્રિએટ કર્યો, જુઓ વીડિયો | 2025-01-21 11:02:04
Bigg Boss 18 Winner: કરણવીર મહેરા બન્યો Bigg Boss 18 નો વિજેતા, જીતી આટલી મોટી રકમ અને ટ્રોફી | 2025-01-20 09:35:53
પ્રયાગરાજના મહા કુંભ મેળામાં લાગી આગ, અનેક ટેન્ટ થયા બળીને ખાખ | 2025-01-19 16:53:05