Tue,18 February 2025,3:36 pm
Print
header

વડાપ્રધાન મોદીએ વાયનાડમાં ભૂસ્ખલનથી પ્રભાવિત ચુરલમાલાની લીધી મુલાકાત, જુઓ તસવીરો

વાયનાડ: વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેરળના ભૂસ્ખલનગ્રસ્ત વાયનાડ જિલ્લામાં પહોંચ્યાં હતા, કુદરતી આપત્તિથી થયેલા નુકસાનનું મૂલ્યાંકન કરવા માટે ચુરામાલામાં પગપાળા ચાલીને ગયા હતા. અધિકારીઓએ જણાવ્યું કે મોદી એરફોર્સના હેલિકોપ્ટરમાં કન્નુર એરપોર્ટથી વાયનાડ પહોંચ્યાં હતા અને 30 જુલાઈના રોજ મોટા ભૂસ્ખલનથી પ્રભાવિત ચૂરમાલા વિસ્તારમાં નુકસાનનું નિરીક્ષણ કર્યું હતુ.

વડાપ્રધાને ભારતીય વાયુસેનાના હેલિકોપ્ટરથી ભૂસ્ખલન પ્રભાવિત ચુરલમાલા, મુંડક્કાઈ અને પુંચીરીમટ્ટમનું હવાઈ સર્વેક્ષણ કર્યું હતું. હવાઈ સર્વેક્ષણ પછી મોદીનું હેલિકોપ્ટર કાલપેટ્ટાના એસકેએમજે વિદ્યાલયમાં ઉતર્યું હતુ, જ્યાંથી તેઓ રોડ માર્ગે ચુરલમાલા જવા રવાના થયા હતા.

ચુરલમાલામાં સેનાએ આપત્તિ પછી રાહત અને બચાવ કામગીરીમાં મદદ કરવા માટે 190 ફૂટ લાંબો બેલી બ્રિજ બનાવ્યો છે. મોદી પગપાળા આ પુલ પરથી પસાર થયા હતા. ચુરલમાલા પહોંચ્યાં પછી મોદી તેમના વાહનમાંથી નીચે ઉતર્યા હતા અને બચાવ કાર્યકર્તાઓ, રાજ્યના મુખ્ય સચિવ વી વેણુ અને જિલ્લા અધિકારીઓ સાથે વાત કરી હતી પછી ચાલીને ભૂસ્ખલનગ્રસ્ત વિસ્તારનો સર્વે કર્યો હતો.

કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન, મુખ્યમંત્રી પિનરાઈ વિજયન અને કેન્દ્રીય પ્રવાસન અને પેટ્રોલિયમ અને કુદરતી ગેસ રાજ્ય મંત્રી સુરેશ ગોપી પણ તેમની સાથે હતા. હવાઈ ​​સર્વેક્ષણમાં તેઓએ ભૂસ્ખલનના વિસ્તારનો સર્વે કર્યો હતો. જે ઇરુવાઝિંજી પુઝા નદીના મૂળમાં છે. તેમણે પુંચીરીમટ્ટમ, મુંડક્કાઈ અને ચુરલમાલાના સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોની પણ મુલાકાત લીધી હતી.

વડાપ્રધાનના કાફલાના વાયનાડ અને ચુરલમાલા વચ્ચેના માર્ગ પર અનેક લોકો તેમની રાહ જોઇ રહ્યાં હતા અને રજૂઆત કરવા પણ આવ્યાં હતા.કેરળના વાયનાડ જિલ્લામાં 30 જુલાઈના રોજ થયેલા ભૂસ્ખલનમાં 226 થી વધુ લોકોનાં મોત થયા હતા. આ વિસ્તારમાં હજુ પણ ઘણા લોકો ગુમ છે.

અમારી મોબાઇલ એપ ડાઉનલોડ કરોઃ

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch