વોંશિગ્ટનઃ અમેરિકા તરફથી શાંતિનો સંદેશ સાંજ સુધીમાં ઝાંખો પડી ગયો. લેબનોન પર ઇઝરાયેલના હુમલા બાદ, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટ ખોલ્યાના કલાકોમાં જ તેને બંધ કરવાની જાહેરાત ઇરાને કરી હતી. હવે અમેરિકાએ નક્કી કરવું પડશે કે તે યુદ્ધવિરામ ઇચ્છે છે કે ઇઝરાયેલ દ્વારા યુદ્ધ. ઇઝરાયેલી સંઘર્ષમાં ફસાયેલા અમેરિકામાં પણ રાષ્ટ્રપતિ ટ્રમ્પની ટીકા વધી રહી છે.
એક યુએસ સેનેટરે ટ્રમ્પને રાષ્ટ્રપતિ પદ સંભાળવા માટે માનસિક રીતે અયોગ્ય જાહેર કર્યા અને તેમને પદ પરથી દૂર કરવા માટે તમામ શક્ય પગલાં લેવા કહ્યું, ટ્રમ્પની ટીકાનું કેન્દ્ર ઈરાન દ્વારા મોકલવામાં આવેલ 10 મુદ્દાનો પ્રસ્તાવ છે. ક્રિસ મર્ફીએ એક દિવસ પહેલા જ તેને ટ્રમ્પનું શરણાગતિ ગણાવ્યું હતું. હવે વ્હાઇટ હાઉસે આ અંગે સ્પષ્ટતા કરી છે.
વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરોલિન લેવિટે દાવો કર્યો કે રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનના પ્રસ્તાવને કચરા પેટીમાં ફેંકી દીધો છે. ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે સંમત થયું છે. અમને ઈરાન તરફથી એક પ્રસ્તાવ મળ્યો છે જેને વાતચીત માટે એક વ્યવહારુ આધાર માનવામાં આવે છે.
કેરોલિન લેવિટે જણાવ્યું હતું કે ઈરાનનો પ્રારંભિક 10 મુદ્દાનો પ્રસ્તાવ ગંભીર કે સ્વીકાર્ય ન હતો. તેને સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો હતો, અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમની વાતચીત ટીમે તેને ચરાપેટીમાં ફેંકી દીધો હતો. તેમને મીડિયાને વિનંતી કરી હતી કે હકીકતો સાથે કોઈ સંબંધ ન હોય તેવી કોઈ પણ બાબતને વિસ્તૃત ન કરે.
રાષ્ટ્રપતિ ટ્રમ્પ ક્યારેય ઈરાનની ઇચ્છા યાદીને સોદા તરીકે સ્વીકારશે નહીં. તેમણે રાષ્ટ્રને ખાતરી આપી હતી કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ફક્ત તે જ સોદો કરશે જે અમેરિકન લોકોના હિતમાં હશે.
કેરળના ત્રિશૂરમાં હાઇવે પર પાર્ક કરેલા ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાઇ, તમિલનાડુના 8 એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓના મોત | 2026-09-05 09:26:12
નેપાળમાં આવેલા વિનાશક પૂરમાં અત્યાર સુધીમાં 1,344 લોકોના મૃતદેહ મળ્યાં, 4,898 લોકો હજુ લાપતા | 2026-09-05 09:13:20
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
મોજશોખ માટે અમદાવાદના પેલેડિયમ મોલમાંથી લાખો રૂપિયાના દાગીના ચોરનાર કર્મચારી પકડાયો | 2026-09-04 18:01:42
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11
બલુચિસ્તાનમાં પાકિસ્તાની સેનાના કાફલા પર મોટો હુમલો, BLA એ 25 સૈનિકો માર્યા હોવાનો દાવો કર્યો | 2026-09-04 09:21:24
અમેરિકાના મિનિયાપોલિસમાં અંધાધૂંધ ગોળીબાર, બે લોકોનાં મોત, બે પોલીસ અધિકારીઓ સહિત અનેક ઘાયલ | 2026-09-03 09:00:11
નેપાળમાં ફરી તબાહીની આશંકા: ભોટેકોશી નદીની જળસપાટી વધતાં NDRRMA દ્વારા એલર્ટ જારી | 2026-08-30 09:46:51
નેપાળમાં ભયાનક પૂરમાં વડોદરાનું એક NRI દંપતી ગુમ, મોતનો આંકડો 350 અને 1400 લોકો ગુમ | 2026-08-27 20:33:58
નેપાળમાં ભયંકર પૂરથી ભારે વિનાશ સર્જાયો, 160 લોકોનાં મોત, 133 ભારતીયો સહિત 750 લોકો ગુમ | 2026-08-27 06:47:48
પદ્માવતના જૌહર સીન પર વિવાદ: રાજકોટમાં ભક્તિસ્વામીએ સ્વરા ભાસ્કરને શૂર્પણખા કહી, VHP એ ગણાવી કલંક | 2026-09-04 17:43:26