Sat,20 April 2024,12:33 pm
Print
header

Ek Love Story- પોરબંદરના 10મું નાપાસ યુવકની ઈટાલિયન યુવતી સાથેની અનોખી લવસ્ટોરી

પોરબંદરઃ સોધાના ગામમાંથી આવતો અને મેર સમાજનો 37 વર્ષીય રાજુ કારાવદરા વિદેશ જવા માંગતા લોકો માટે એક શ્રેષ્ઠ ઉદાહરણ છે, 10 મું નાપાસ, અંગ્રેજી ન આવડતું હોવા છતાં રાજુ વિદેશ પહોંચ્યો હતો. અને ઈટાલીની મહિલા સાથે લગ્ન કર્યા હતા. એટલું જ નહીં તેની પત્નીને પણ પોરબંદર લઇ આવ્યો અને તેને પણ આ શહેર બહુ ગમે છે.

અંગ્રેજી અખબાર ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના રિપોર્ટ પ્રમાણે 2009માં વતન છોડ્યા બાદ રાજુએ ઇઝરાયલમાં કામ કર્યું, ઈટાલીમાં સેટ થયો અને અત્યાર સુધીમાં 18થી વધુ દેશોમાં ફરી ચુક્યો છે. ઈટાલીની મહિલા સાથે લગ્ન કરીને હાલ તે નોર્થ વેસ્ટ ઈટાલીમાં રહે છે. કેટલાક મિત્રોના કહેવાથી તેને ઈઝરાઇલના વર્ક પરમીટ માટે અરજી કરી અને તે મળી ગયા, મારે વિદેશ જવું હતું તેથી ત્યાં જતો રહ્યો અને વૃદ્ધોના કેરટેકર તરીકે કામ કરવા લાગ્યો, મને હિબ્રુનું પણ જ્ઞાન નહોતું. મેં કેટલાક મિત્રો બનાવ્યાં અને તેમના દ્વારા મારી હિલા સાથે મુલાકાત થઈ.

હિલા 48 વર્ષની છે અને ફિઝિયોથેરાપિસ્ટ છે.તેને પહેલાના લગ્નથી 10 વર્ષની દીકરી છે. બંને વચ્ચે મુલાકાત બાદ પ્રેમ પાંગરતો ગયો અને સાયપ્રસમાં લગ્ન કર્યા અને ત્યાંથી ઈટાલી આવ્યાં. હું સતત કામ કરતો ગયો. આ દરમિયાન મેં માત્ર મિત્રો જ ન બનાવ્યાં પણ સન્માન પણ મેળવ્યું. હાલ રાજુ તેની ગુજરાતી ભાષા માટે પણ પ્રખ્યાત છે, યુ ટ્યૂબ પર 60 હજાર ફોલોઅર્સ ધરાવે છે. તે ટિપિકલ સૌરાષ્ટ્રની ભાષા બોલે છે. ગુજરાતના વ્યૂઅર્સને તે ઈટાલી અને યુરોપના દેશોની વર્ચૂઅલ ટુર કરાવે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch