Sat,13 June 2026,2:41 pm
Print
header

પ્રતિક યાદવનું કંઈ રીતે થયું મોત ? પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

  • Published By
  • 2026-05-13 17:39:00
  • /
  • પ્રતિક યાદવ મુલાયમ સિંહ યાદવની બીજા પત્ની સાધના ગુપ્તાના પુત્ર હતા
  • 2003માં મુલાયમ સિંહ યાદવે સાધના ગુપ્તા સાથે લગ્ન કર્યા બાદ પ્રતિકને સાર્વજનિક રીતે પુત્ર તરીકેનો સ્વીકાર કર્યો હતો
  • યોગી આદિત્યનાથે કર્યા અંતિમ દર્શન

લખનઉઃ સમાજવાદી પાર્ટીના સ્વ.મુલાયમ સિંહ યાદવના નાના પુત્ર અને અખિલેશ યાદવના ભાઈ પ્રતિક યાદવનું બુધવારે સવારે નિધન થયું છે. 38 વર્ષની વયે તેમના અચાનક અવસાનથી યાદવ પરિવાર અને રાજકીય આલમમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમનું કાર્ડિયાક એરેસ્ટથી મોત થયાનું સામે આવ્યું છે.

બુધવારે સવારે અંદાજે 6 વાગ્યે પ્રતિક યાદવની તબિયત લથડતા તેમના સાળા અમન સિંહ બિષ્ટ તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ લઈ ગયા હતા. જોકે, હોસ્પિટલના ચીફ મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડો. ડીસી પાંડેયના જણાવ્યા મુજબ, જ્યારે તેમને લાવવામાં આવ્યા ત્યારે તેમની પલ્સ બંધ હતી અને હૃદયે કામ કરવાનું બંધ કરી દીધું હતું. ડોક્ટરોએ તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.

લખનઉ મેડિકલ કોલેજમાં કરવામાં આવેલા પોસ્ટમોર્ટમ રિપોર્ટ મુજબ, પ્રતિક યાદવના મોતનું મુખ્ય કારણ કાર્ડિયાક અરેસ્ટ અને પલ્મોનરી થ્રોમ્બોએમ્બોલિઝમ હોવાનું સામે આવ્યું છે. ડોક્ટરોના જણાવ્યાં અનુસાર, ફેફસાની નસોમાં લોહીના ગઠ્ઠા જામી જવાને કારણે હૃદય અને ફેફસાએ કામ કરવાનું બંધ કરી દીધું હતું.

ઘટનાની જાણ થતા જ સપા પ્રમુખ અખિલેશ યાદવ પોસ્ટમોર્ટમ હાઉસ પહોંચ્યાં હતા. તેમણે ભાઈના મૃતદેહના દર્શન કર્યા અને ડ્રાઈવર સાથે વાતચીત કરી વિગતો મેળવી હતી. તેમણે આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવી હતી. પ્રતિક યાદવના પત્ની અને ભાજપ નેતા અપર્ણા યાદવ આસામથી તાત્કાલિક લખનઉ પરત ફર્યા છે. તેઓ આસામમાં મુખ્યમંત્રીના શપથ ગ્રહણ સમારોહમાં ગયા હતા.

નોંધનીય છે કે ગત 30 એપ્રિલના રોજ પણ પ્રતિક યાદવને ગંભીર હાલતમાં ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. જોકે, ત્રણ દિવસ બાદ રાહત થતા તેઓ હોસ્પિટલમાંથી ઘરે પરત ફર્યા હતા. તેઓ પલ્મોનરી એમ્બોલિઝમ જેવી ગંભીર બીમારીથી પીડાતા હોવાનું ડોક્ટરોએ જણાવ્યું હતું.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch