નવી દિલ્હી: દિગ્ગજ ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર ચૂંટણી જીતાડવામાં માહિર છે. હાલમાં પ્રશાંત કિશોર કૉંગ્રેસ પાર્ટીમાં સામેલ થવાને લઈ ચર્ચામાં છે ચર્ચા છે કે પ્રશાંત ભારતની સૌથી જૂની કૉંગ્રેસ પાર્ટી સાથે રાજનીતિની શરૂઆત કરવાના મૂડમાં છે ? રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત અને એક મહત્વની બેઠક પછી રાજકીય ક્ષેત્રે પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં સામેલ થવાની અટકળો ચાલી રહી છે. માનવામાં આવે છે કે, રાહુલ ગાંધીએ એક બેઠક કરીને પ્રશાંત કિશોરને કોંગ્રેસમાં સામેલ કરવા માટે પાર્ટીના નેતાઓ પાસે સૂચનો માંગ્યા છે.
કોંગ્રેસ નેતાઓમાં આ વિશે અફવાઓ અને અટકળો શરૂ થઈ ગઈ છે. પરંતુ અત્યારે પાર્ટી કે પ્રશાંત કિશોર કોઈ જ આ વિશે કંઇ કહેવા તૈયાર નથી. આ મુદ્દા સાથે જોડાયેલા ત્રણ લોકોએ કહ્યું કે આ મુદ્દે 22 જુલાઈએ રાહુલ ગાંધીની અધ્યક્ષતામાં એક બેઠકમાં ચર્ચા કરવામાં આવી હતી. તેમાં એંટની, મલ્લિકાર્જુન ખડગે, કેસી વેણુગોપાલ, કમલનાથ અને અંબિકા સોની સહિત પાર્ટીના સીનિયર નેતાઓ હાજર હતા.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે જો સહમતી થશે તો પ્રશાંત કિશોરને પાર્ટીમાં કોઈ મોટા પદ ઉપર સામેલ કરવામાં આવી શકે છે. નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં પ્રશાંત કિશોરે કોંગ્રેસના પુનરુદ્ધાર માટે ગાંધી પરિવાર સામે એક પ્લાન રજૂ કર્યો હતો. આ મુદ્દા સાથે પરિચિત લોકોમાંથી એક નેતાએ કહ્યું છે કે 22 જુલાઈની બેઠક એ જાણવા માટે કરવામાં આવી હતી કે પ્રશાંત કિશોર ના સૂચનો વિશે કોંગ્રેસના સીનિયર નેતાઓ શું કહે છે અને શું અનુભવે છે. ઉપરાંત બીજા એક નેતાનું કહેવું છે કે રાહુલ ગાંધી આગામી થોડા સમયમાં આ વિશે નિર્ણય લેશે.
22 જુલાઈએ થયેલી બેઠકમાં એ નિષ્કર્ષ સામે આવ્યો છે કે પ્રશાંત કિશોર કોંગ્રેસમાં જોડાશે તો તેનાથી પાર્ટીને ફાયદો થઈ શકે છે પરંતુ તેમનો રોલ નક્કી કરવો પડશે. જેડીયુ સાથે રહીને પીકેના સફરને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ પાર્ટી અહીં તેમના રોલની કોઈક બાઉન્ડ્રી નક્કી કરી શકે છે. બેઠકમાં સામેલ અન્ય એક નેતાએ કહ્યું કે આ એ સમય છે જ્યારે નવા આઈડિયા, રણનીતિની જરૂર છે. જો પ્રશાંત કિશોરને પાર્ટીમાં લાવવામાં આવે તો કોઈ નુકસાન નહીં થાય. કોંગ્રેસ પાસે ઘણી ટેલેન્ટ છે, જો તેમાં સારી રીતે પરિવર્તન લાવવામાં આવે તો તે દરેક લોકોએ સ્વીકારવા જોઈએ.
જોકે હજુ આ વિશે કોંગ્રેસ અથવા પ્રશાંત કિશોર તરફથી કોઈ ઓફિશિયલ નિવેદન આપવામાં આવ્યું નથી.પશ્વિમ બંગાળ ચૂંટણીમાં મમતાને જીતાડ્યાં પછી પ્રશાંત કિશોરે રાષ્ટ્રીય સ્તર પર કામ કરવાનું શરૂ કર્યું છે. થોડા સમય પહેલાં જ તેમણે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી સાથે મુલાકાત કરી હતી. જેમાં 2024ની ચૂંટણી પહેલાં કોંગ્રેસને ફરી બેઠી કરવા માટે ચર્ચા-વિચારણાં કરવામાં આવી છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
ભૂતપૂર્વ IPS અધિકારી સંજીવ ભટ્ટને 1996 ના ડ્રગ્સ પ્લાન્ટિંગ કેસમાં 20 વર્ષની જેલની સજા ફટકારી | 2024-03-28 18:57:56
બેદરકારી કોની? અમદાવાદ ડોમેસ્ટીક એરપોર્ટ પર યુવકનો મૃતદેહ ભૂલથી સ્પેરપાર્ટ્સ સમજીને સોંપાયો | 2024-03-28 18:26:11
દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલને ન મળી રાહત, EDના રિમાન્ડ 1 એપ્રિલ સુધી લંબાવ્યા | 2024-03-28 17:41:01
ભારતના આંતરિક મુદ્દાઓમાં હસ્તક્ષેપ કરી રહ્યું છે અમેરિકા, CM કેજરીવાલની ધરપકડ પર અમેરિકન અધિકારીએ કહી આ વાત | 2024-03-28 12:41:57
સુરતમાં કાતરની અણીએ વિદ્યાર્થી સાથે મુખમૈથુન અને સૃષ્ટિ વિરૂદ્ધનું કૃત્ય, આ રીતે ફૂટ્યો ભાંડો – Gujarat Post | 2024-03-28 11:40:56
લોકસભા 2024 કમલમાં કકળાટ..2004નું પુનરાવર્તના પાક્કુ, પરેશ ધાનાણીનો કટાક્ષ – Gujarat Post | 2024-03-28 11:34:12
આજે કોર્ટમાં દારૂ કૌભાંડના નાણાંનો ખુલાસો થશે, અરવિંદ કેજરીવાલના પત્ની સુનીતાએ કર્યો દાવો | 2024-03-28 08:30:56
Fact Check: I.N.D.I.A ગઠબંધને મંડી સીટ પર કંગના રનૌત સામે ગોવિંદાને ટિકિટ આપ્યાંનો આ દાવો ખોટો છે- Gujarat Post | 2024-03-27 11:23:23
નીતિન પટેલ ફરી બગડ્યાં, કહ્યું- જેના ઘરમાં બૈરૂ પાણી પણ નથી પીવડાવતું તેવા અમને સલાહ આપે છેઃ Gujarat Post | 2024-03-27 11:18:18
ઉત્તરાખંડઃ કાર સેવા ડેરાના વડા બાબા તરસેમ સિંહની ગોળી મારી હત્યા – Gujarat Post | 2024-03-28 11:28:41
લોકસભા ચૂંટણીઃ ભાજપે બિહાર, પશ્ચિમ બંગાળ અને મધ્ય પ્રદેશના સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી- Gujarat Post | 2024-03-27 10:30:03