Wed,24 April 2024,11:01 pm
Print
header

જાણો, પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામ બાદ પ્રશાંત કિશોરે શું કરી મોટી જાહેરાત ?

પશ્ચિમ બંગાળઃ વિધાનસભા ચૂંટણીમાં મમતા બેનર્જીની પાર્ટી ટીએમસીએ જીતની હેટ્રિક લગાવી છે. ટીએમસીએ 2016 વિધાનસભામાં મેળવેલી જીત તરફ આગળ વધી છે. સાંજે ચાર વાગ્યા સુધીના વલણ મુજબ, ટીએમસી 209 બેઠકો પર આગળ છે, જ્યારે ભાજપ 80 બેઠકો પર આગળ છે. 2016ની ચૂંટણીમાં ટીએમસીએ 211 બેઠકો પર જીત મેળવી હતી.

પશ્ચિમ બંગાળ ચૂંટણીના પરિણામો પર પ્રથમ પ્રતિક્રિયા આપતા પ્રશાંત કિશોર કહ્યું કે મારી કંપની આઈપૈકમાં અનેક સજ્જ લોકો છે હવે તેમણે જવાબદારી સંભાળી લેવી જોઈએ. ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરે એક ખાનગી ન્યૂઝ ચેનલના એક લાઇવ પ્રોગ્રામ દરમિયાન કહ્યું કે હવે ચૂંટણી પ્રબંધનનું કામ તેઓ છોડી રહ્યાં છે.

પ્રશાંત કિશોરે રવિવારે કહ્યું હતું કે તેઓ ચૂંટણી મેનેજમેન્ટ અને IPAC છોડી રહ્યાં છે કારણ કે હવે તેઓ બીજું કંઇ કરવા માગે છે. તેમણે કહ્યું કે તેઓ તેમના ચૂંટણી પ્રબંધન હેઠળ પશ્ચિમ બંગાળ અને તમિળનાડુમાં લડાયેલી વિધાનસભાની ચૂંટણીમાં તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી) અને ડીએમકેની જીતથી ખૂબ જ ખુશ છે. પ્રશાંત કિશોરે પશ્ચિમ બંગાળની ચૂંટણીના પરિણામો પહેલાં દાવો કર્યો હતો કે જો ભાજપ 100 થી વધુ બેઠકો સાથે આવશે તો તેઓ તેમનું પદ છોડી દેશે. કહ્યું હતું કે પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં ભગવા પક્ષને દાવો કર્યા મુજબની બેઠકો નહીં મળે અને તે મુજબ જ ભાજપને 90 બેઠકો પણ મળી નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch