Fri,19 April 2024,9:39 pm
Print
header

કેપ્ટનના નવા રણનીતિકાર બન્યાં પ્રશાંત કિશોર, પંજાબના મુખ્યમંત્રી અમરિંદરસિંહના સલાહકાર

નવી દિલ્હી: પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદરસિંહે ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરને પોતાના મુખ્ય સલાહકાર નિયુક્ત કર્યાં છે. મુખ્યમંત્રી અમરિંદરસિંહે ટ્વિટ કરીને આ વાતની જાણકારી આપી છે. તેમણે લખ્યું 'પંજાબના લોકોની ભલાઈ માટે એક સાથે કામ કરવા માટે અમે તત્પર છીએ.'

ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોર હાલના દિવસોમાં પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ(ટીએમસી) અને તમિલનાડુમાં ડીએમકેનું કામકાજ સંભાળી રહ્યાં છે. આ પહેલા પ્રશાંત કિશોર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ, આંધ્ર પ્રદેશના મુખ્યમંત્રી જગનમોહન રેડ્ડી માટે કામ કરી ચૂક્યાં છે.

પશ્ચિમ બંગાળમાં તેમણે દાવો કર્યો છે કે ભાજપ બે આંકડામાં જ જીત મેળવશે. તેમણે રવિવારે ટ્વિટ કરીને કહ્યું કે રાજ્યના લોકો ઈચ્છે છે કે તેમની બેટી સત્તામાં પરત આવે અને 2 મેના ચૂંટણી પરિણામની જાહેરાત સાથે તેમના આ ટ્વિટને લોકો જોઈ શકે છે. તેમણે ટ્વિટ કર્યું કે ભારતમાં લોકતંત્ર માટે એક મહત્વપૂર્ણ લડાઈ પશ્ચિમ બંગાળમાં લડવામાં આવશે,બંગાળના લોકો પોતાનો સંદેશ આપવા માટે તૈયાર છે. 2 મે માટે મારા આ ટ્વિટને સાચવી રાખજો.’’

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch