પ્રાંતિજઃ ગાંધીનગર એન્ટી કરપ્શન બ્યુરોને ટોલ ફ્રી નંબર 1064 પર મળેલી એક જાગૃત નાગરિકની ફરિયાદને આધારે એક સફળ ટ્રેપ ગોઠવીને પ્રાંતિજ નગરપાલિકાના આસિસ્ટન્ટ એન્જિનિયરને લાંચની રકમ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.
આ કેસના જાગૃત ફરિયાદીએ ટેન્ડર પ્રક્રિયા અંતર્ગત પ્રાંતિજ નગરપાલિકા વિસ્તારમાં બે વોટર એ.ટી.એમ. મશીન લગાડેલા હતા. આ કામનું બિલ મંજૂર કરાવવા માટે પ્રાંતિજ નગરપાલિકામાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવતા રાજદીપસિંહ ચાવડાએ ટકાવારી (કમિશન) પ્રમાણે રૂ. 45,000 ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ACB નો સંપર્ક કરી આ અંગે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદને આધારે એ.સી.બી.ની ટીમ દ્વારા લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધીનગરમાં કર્મયોગી ભવનની સામે જાહેર રસ્તા પર ગોઠવાયેલા છટકા દરમિયાન આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના રૂ. 45,000 સ્વીકાર્યા હતા, તે જ સમયે એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ પકડી પાડી પૂરેપૂરી રકમ રિકવર કરી લીધી હતી.
ટ્રેપીંગ અધિકારી: ડી.એ.ચૌધરી, પોલીસ ઈન્સ્પેકટર ગાંધીનગર એ.સી.બી.પો.સ્ટેશન
સુપરવિઝન અધિકારી: વી.બી.પટેલ ,ઈન્ચા. મદદનીશ નિયામક, એ.સી.બી,ગાંધીનગર એકમ
ઇન્ચાર્જ અધિકારી: હરેશ મેવાડા, નાયબ નિયામક, એ.સી.બી. અમદાવાદ
અમદાવાદઃ વિમાનના ટોયલેટ સ્પીકરમાંથી રૂ. 4 કરોડોનું સોનું જપ્ત, બે પાઉચમાંથી 24 સોનાના બિસ્કિટ મળ્યાં | 2026-06-13 09:30:49
વિમાન દુર્ઘટનાનો ભોગ બનેલા લોકોના પરિવારોએ પ્રિયજનોને યાદ કર્યા, મૃતકો માટે સ્મારક બનાવવાની માંગ | 2026-06-13 09:09:38
ત્રણ ભારતીય ખલાસીઓના મોત પર જયશંકર ગુસ્સે ભરાયા, માર્કો રુબિયો સાથે ફોન પર નારાજગી વ્યક્ત કરી | 2026-06-13 08:45:56
ચોટીલાના PI- PSI સહિત 4 પોલીસકર્મીઓ સસ્પેન્ડ, સુરેન્દ્રનગર LCBમાં પણ મોટા પાયે બદલીઓ થઇ | 2026-06-12 18:19:56
પેરોલ પર છૂટેલા કુખ્યાત મોન્ટુ નામદારે પોલીસ સ્ટેશન બહાર જ પોલીસકર્મીને આપી જાનથી મારી નાખવાની ધમકી | 2026-06-12 18:09:58
બનાસકાંઠાઃ લાખણીના કૂવાણા ગામે જેતડા-દિયોદર હાઈવે પર ધોળા દિવસે સનસનાટીભરી હત્યા | 2026-06-12 18:03:39
ભરૂચમાં ડબલ મર્ડર, સસરાએ પુત્રવધૂ અને વેવાણની કરી હત્યા, પોતે પણ આપઘાતનો કર્યો પ્રયાસ | 2026-06-11 16:54:54
સ્ત્રીનો વેશ, તાંત્રિક શક્તિઓનો દાવો, લાખોની છેતરપિંડી, ગુજરાતમાં આ રીતે ચમત્કારના નામે રેકેટ ચાલતું હતું | 2026-06-11 16:13:19
ACB ટ્રેપ, આણંદમાં બે મહિલા પોલીસ કર્મીઓએ 1 લાખ 10 હજાર રૂપિયાની લાંચ લીધી હતી | 2026-06-10 16:56:02
બનાસકાંઠામાં સરપંચના પતિ રૂ.1,10,000 ની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાયા | 2026-06-09 16:06:47