Sat,13 June 2026,2:34 pm
Print
header

પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપના 15 કોર્પોરેટરોના સામૂહિક રાજીનામા: મહિલા પ્રમુખ અને તેમના પતિની મનમાની સામે બળવો

  • Published By Panna Patel
  • 2026-06-01 17:23:39
  • /
  • પ્રાંતિજમાં ભાજપ પાસે 24 પૈકી 19 બેઠકો 

સાબરકાંઠા: પ્રાંતિજ નગરપાલિકામાં ભાજપમાં મોટો રાજકીય ભૂકંપ આવ્યો છે. પાલિકાના મહિલા પ્રમુખ અને તેમના પતિની મનમાનીથી કંટાળીને ભાજપના 15 કોર્પોરેટરોએ એક સાથે રાજીનામા ધરી દેતા ભાજપ સંગઠન ચોંકી ઊઠ્યું છે. તમામ સભ્યોની સહીઓ વાળો આ રાજીનામાનો પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થતાં જ ભારે હોબાળો મચી ગયો છે.

પ્રાંતિજ નગરપાલિકામાં કુલ 24 બેઠકોમાંથી 19 બેઠકો સાથે ભાજપ બહુમતીમાં છે. જો કે, આ 19માંથી 15 જેટલા કોર્પોરેટરોએ મહિલા પ્રમુખ અનિતાબેન પંડ્યા અને તેમના પતિ જિગ્નેશ પંડ્યા સામે મોરચો માંડ્યો છે. કોર્પોરેટરોનો આક્ષેપ છે કે પ્રમુખ અને તેમના પતિ પોતાની મનમાની ચલાવે છે. પ્રમુખ પદની વહેંચણી વખતથી જ અહીં આંતરિક ખેંચતાણ ચાલતી હતી, જે હવે જાહેરમાં આવી ગઈ છે. હાલમાં ભાજપ સંગઠન દ્વારા મામલાને શાંત પાડવા અને આ વિરોધ પાછળ કોનો હાથ છે તેની વિગતો મેળવવા દોડધામ શરૂ કરાઈ છે.

બીજી તરફ, આ વિવાદ અંગે પ્રાંતિજ નગરપાલિકાના પ્રમુખ અનિતા પંડ્યાએ જણાવ્યું કે, રાજીનામા અંગે મને કોઈ સત્તાવાર જાણ નથી, મીડિયા દ્વારા જ આ વાતની ખબર પડી છે. અમે બધા સાથે મળીને જ વિકાસના કામો કરીએ છીએ અને અત્યાર સુધી કોઈ નારાજગી નહોતી. મેં આ અંગે કારોબારી અધ્યક્ષ સાથે વાત કરી છે, પણ અન્ય સભ્યો સાથે હજુ કોઈ વાત થઈ નથી.

આ તરફ અરવલ્લી જિલ્લામાં પણ ભાજપમાં આંતરિક અસંતોષ બહાર આવ્યો છે. પૂર્વ જિલ્લા પંચાયત સદસ્ય અને ભાજપના પાયાના કાર્યકર હિરેન પટેલે પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે. તેમનો આક્ષેપ છે કે ધનસુરા તાલુકા પંચાયતની બેઠકો પર ભાજપના ઉમેદવારોને બિનહરીફ જીતાડવામાં તેમનો સિંહફાળો હોવા છતાં પક્ષના કેટલાક સ્થાનિક નેતાઓ દ્વારા તેમની સાથે અન્યાય કરવામાં આવ્યો છે.

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch