મેક્સિકો સિટી: શુક્રવારે સવારે દક્ષિણ મેક્સિકોમાં 6.5 ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. તેનાથી ગ્વેરેરો રાજ્યમાં વ્યાપક નુકસાન થયું હતું અને ધ્રુજારીને કારણે રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શેનબૌમની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં વિક્ષેપ પડ્યો હતો.
રાજ્યના ગવર્નર એવલીન સાલ્ગાડોએ પુષ્ટિ આપી છે કે ગ્વેરેરો રાજ્યમાં એક 50 વર્ષીય મહિલાનું ભૂકંપને કારણે ઘર તૂટી પડ્યું હતુ તેમાં મોત થયું. મેક્સિકો સિટીમાં એક 67 વર્ષીય આડેધનું મકાનમાંથી ભાગતી વખતે સીડી પરથી પડી જવાથી મોત થયું હતું.
ભૂકંપનું કેન્દ્રબિંદુ ગ્વેરેરોના સાન માર્કોસ શહેર નજીક હતું. યુએસ જીઓલોજિકલ સર્વે (યુએસજીએસ) અનુસાર, તે 35 કિલોમીટરની ઊંડાઈએ આવ્યો હતો. રાજધાની મેક્સિકો સિટી ભૂકંપના કેન્દ્રથી લગભગ 280 કિલોમીટર દૂર હોવા છતાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. શહેરના પ્રખ્યાત એન્જલ ઓફ ઇન્ડિપેન્ડન્સ સ્મારકની સોનાની પ્રતિમા હલતી જોવા મળી હતી.
સ્થાનિક સમય મુજબ સવારે 8 વાગ્યાની આસપાસ ભૂકંપનું એલર્ટ વાગતાં જ હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યાં હતા. ગ્વેરેરોમાં ભૂસ્ખલનથી હાઇવે બંધ થઈ ગયા, ગેસ લીકેજ થયો અને ઘરો, જાહેર ઇમારતો અને હોસ્પિટલોને નુકસાન થયું છે. એક હોસ્પિટલને માળખાકીય રીતે ભારે નુકસાન થયું અને દર્દીઓને સ્થળાંતર કરવામાં આવ્યા છે.
ભૂકંપ દરમિયાન રાષ્ટ્રીય મહેલમાં પત્રકાર પરિષદ કરી રહેલા રાષ્ટ્રપતિ શેનબૌમે શાંતિથી કહ્યું, શાંત રહો અને પત્રકારો સાથે બહાર નીકળી ગયા. થોડા સમય પછી તેમણે પરિષદ ફરી શરૂ કરી અને ગ્વેરેરોના ગવર્નર સાથે વાત કરી અને તેમને જાણ કરી કે કોઈ મોટું નુકસાન થયું નથી.
મેક્સિકો સિટીમાં ઘરોમાં તિરાડો, હલતી ઇમારતો અને ટ્રાફિક સિગ્નલો તૂટી પડ્યા હતા, પરંતુ કોઈ મોટું નુકસાન થયું ન હતું. એરપોર્ટને થોડું નુકસાન થયું હતું, પરંતુ ફ્લાઇટ્સ સામાન્ય રહી હતી.
Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/
iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/
યુવાનો માટે પીએમ મોદીની મોટી જાહેરાત, મફતમાં મળશે ઓનલાઈન કોચિંગ, એક વર્ષમાં 1 કરોડ AI તાલીમ | 2026-08-15 09:21:44
વડાપ્રધાન મોદીએ 80 મા સ્વતંત્રતા દિવસની દેશને શુભેચ્છા પાઠવી, લાલ કિલ્લા પરથી તેમણે શું કહ્યું? | 2026-08-15 08:53:39
ઇન્ડોનેશિયામાં 7.7 ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જારી | 2026-08-15 08:38:11
ખરાબ પફ ખાધા બાદ વિદ્યાર્થીનું મોત થયાનો દાવો, 100 મીટર દૂર હોસ્પિટલ હોવા છતાં સ્કૂલે સારવાર ન કરાવી | 2026-08-14 18:37:39
હાઇકોર્ટની ટકોર, સુરતમાં આરોપીઓનું સરઘસ કાઢીને ફટકારાનારા DCB રાજદીપસિંહ નકુમની તાત્કાલિક બદલી કેમ નથી કરી ? | 2026-08-14 18:36:05
9 મહિલાની દરિયામાં ડ્યૂટી, અમેરિકી સૈનિકોએ અબ્રાહમ લિંકન પરથી કૂદીને આત્મહત્યાનો કર્યો પ્રયાસ | 2026-08-14 09:21:36
ઝિમ્બાબ્વેમાં 95 લોકોને લઈ જતી હોડી પલટી, 15 લોકોનાં મોતની આશંકા, 20 થી વધુ ગુમ | 2026-08-12 06:54:57
કોલંબિયામાં આવેલા શક્તિશાળી ભૂકંપે ભારે વિનાશ સર્જ્યો, 130 લોકોનાં મોત, 570 થી વધુ ઘાયલ | 2026-08-11 08:55:25
ભારતના વિદ્યાર્થીએ અમેરિકન ગર્લફ્રેન્ડનું ગળું દબાવીને કરી હત્યા, જર્મનીમાં ધરપકડ | 2026-08-10 14:21:32
ACB નું ઓપરેશન, અમદાવાદ સ્ટેટ GST વિભાગના બે અધિકારીઓ આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-08-14 15:57:00
ચમોલી ટનલ દુર્ઘટનામાં 7 કામદારોનાં મોત, ત્રણ હજુ પણ ગુમ | 2026-08-14 08:47:57
નાંદેડમાં શિરોમણી અકાલી દળના નેતા સુખબીર સિંહ બાદલ પર નિહંગે કર્યો હુમલો | 2026-08-13 16:46:20