Fri,19 April 2024,10:57 am
Print
header

હૈદરાબાદમાં લાગ્યા બાય બાય મોદીના પોસ્ટર્સ, કે. કવિતા ED સમક્ષ હાજર થાય પહેલા તેમને લોકોનું સમર્થન મળ્યું

ોનવી દિલ્હી: ભારત રાષ્ટ્ર સમિતિ એમએલસી અને તેલંગાણાના મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવની પુત્રી કે કવિતા આજે દિલ્હી દારૂ નીતિના મામલામાં પૂછપરછ માટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) સમક્ષ હાજર થશે, આ પહેલા કે કવિતાના સમર્થનમાં હૈદરાબાદમાં પોસ્ટર્સ લાગ્યા છે. આ કેસમાં દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની ધરપકડ થઇ છે અને હવે અન્ય મોટા માથાઓ સામે કાર્યવાહી થઇ રહી છે, જેમાં મોદી સરકાર સામે ઉગ્ર વિરોધ થઇ રહ્યો છે.  

શુક્રવારે કવિતા સંસદમાં ચાલી રહેલા બજેટ સત્રમાં મહિલા અનામત બિલ રજૂ કરવાની માંગ સાથે દિલ્હીમાં જંતર-મંતર પર ભૂખ હડતાલ પર ઉતર્યાં હતા.પોતાની ભૂખ હડતાલને ટાંકીને તેમણે પોતાની પૂછપરછ શનિવાર સુધી મોકૂફ રાખવા જણાવ્યું હતું. સીપીઆઈ(એમ)ના મહાસચિવ સીતારામ યૈચુરી પણ આ વિરોધમાં જોડાયા હતા. મહિલા અનામત બિલનું સમર્થન કરનારા વિરોધ પક્ષો અને મહિલા સંગઠનોએ પણ જંતર-મંતર પર આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. એક સભાને સંબોધતા કવિતાએ કહ્યું હતુ કે આ ખરડો રાષ્ટ્રના વિકાસમાં મદદરૂપ થશે, જ્યારે કેન્દ્ર સરકારને તેને સંસદમાં રજૂ કરવાની વિનંતી કરી હતી. આ બિલમાં લોકસભા અને તમામ રાજ્ય વિધાનસભાઓમાં મહિલાઓ માટે 33 ટકા બેઠકો અનામત રાખવાની માંગ કરવામાં આવી હતી.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch