Fri,19 April 2024,10:40 am
Print
header

કેરળમાં કોરોના વચ્ચે નવી મુસીબત, પોસ્ટ કોવિડને કારણે 4 બાળકોએ ગુમાવ્યો જીવ

કેરળઃ છેલ્લા પાંચ મહિનામાં કેરળમાં 300 થી વધુ બાળકો મલ્ટિ-સિસ્ટમ ઇન્ફ્લેમેટરી સિન્ડ્રોમ-ઇન ચિલ્ડ્રનથી સંક્રમિત થયા હતા. જેમાંથી 4 બાળકોના મોત થઇ ગયા છે.પાંચ મહિનાની અંદર ચાર બાળકોના મોત થયા છે. MIS-C કેરળ માટે નવી ચિંતા તરીકે ઉભરી આવ્યું છે.એક તરફ કોવિડના કેસોમાં પણ અહીં વધારો જોવા મળી રહ્યો છે. કેરળના મુખ્યમંત્રી પિનારાયી વિજયે કહ્યું  કે જો માતાપિતાને તેમના બાળકોમાં MIS-C ના લક્ષણો દેખાય તો તાત્કાલિક તબીબી મદદ લેવી. "આ રોગ સાધ્ય છે, પરંતુ જો તેને અવગણવામાં આવે તો તે મુશ્કેલી સર્જી શકે છે.

નિષ્ણાંતોએ જણાવ્યું કે MIS-C એ બાળકોમાં કોવિડ પછી થતો રોગ છે. જે કોરોના વાયરસમાંથી સાજા થયાના ત્રણ-ચાર અઠવાડિયા પછી તાવ, પેટમાં દુખાવો, લાલ આંખો અને ઉબકાના લક્ષણો દર્શાવે છે. MIS-C સંક્રમિત બાળકોના કેસોમાં મોટાભાગના 15 વર્ષથી ઓછી ઉંમરના બાળકો છે. આ વર્ષે માર્ચમાં થિરુવનંતપુરમની સરકારી હોસ્પિટલમાં પ્રથમ MIS-C કેસ નોંધાયો હતો.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch