Wed,16 July 2025,8:45 pm
Print
header

અમદાવાદમાં બાઇક સવારને કચડી નાખવાના કેસમાં પોલીસકર્મીની ધરપકડ, ક્રેટાથી ટક્કર મારીને ભાગી ગયો હતો

  • Published By Dilip patel
  • 2025-07-04 08:30:12
  • /

અમદાવાદઃ શાહીબાગ વિસ્તારમાં 19 જૂનના રોજ થયેલા અકસ્માત કેસમાં પોલીસે આરોપીની ધરપકડ કરી છે. એક ક્રેટા કાર (GJ18 EC 0125) એ 53 વર્ષીય બાઇક સવાર દેવેન્દ્રભાઇને ટક્કર મારી હતી. તે રસ્તા પર પડી જતા ગંભીર ઇજા પહોંચી હતી.

અકસ્માત બાદ કાર ચાલક રિવરફ્રન્ટ તરફ ભાગી ગયો હતો. 21 જૂનના રોજ સારવાર દરમિયાન દેવેન્દ્રભાઈનું મોત થયું હતું. એલ ડિવિઝન ટ્રાફિક પોલીસે સીસીટીવી ફૂટેજની મદદથી તપાસ શરૂ કરી અને કાર નંબરના આધારે આરોપીઓની ઓળખ કરી હતી.

માર્ગ અકસ્માત કેસમાં આરોપીની ધરપકડ 

આ ક્રેટા કાર ગાંધીનગરના રહેવાસી રુદ્રદત સિંહ વાઘેલાના નામે નોંધાયેલી છે. પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે રુદ્રદતે આ કાર અમદાવાદના ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારી દિગ્વિજય સિંહ ગોહિલને બે મહિના માટે આપી હતી.

21 જૂનના રોજ માર્ગ અકસ્માતમાં બાઇક સવારનું મોત થયું

પોલીસ વેજલપુરમાં તેના ઘરે પહોંચી હતી અને પછી દિગ્વિજય સિંહની તે જ ક્રેટા કાર સાથે ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ વિરુદ્ધ BNS ની કલમ 281, 125(a)(b), 106(1) અને MV એક્ટની કલમ 177, 184, 134(b) હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે.  

Android મોબાઇલ માટેઃ https://play.google.com/store/apps/details?id=com.gujaratpost.app

iOS મોબાઇલ માટેઃ https://apps.apple.com/in/app/gujarat-post/id6475000526+++

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch