Wed,10 August 2022,7:24 am
Print
header

કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર લાગેલા દુષ્કર્મના આરોપ ખોટા છેઃ ખેડા એસપીનો ખુલાસો

અરજી આપીને આ શખ્સ સગાને ત્યાં છુપાઈ ગયો હતો

બે મિત્રોએ કહ્યું હતુ તને આમ આદમી પાર્ટીમાંથી મહેમદાવાદની બેઠક માટે ટિકિટ અપાવીશું 

આ શખ્સ બુટલેગર છે અને સજા પણ કાપેલી છે

અમદાવાદઃ મહેમદાવાદના ધારાસભ્ય અને ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર એક શખ્સ દ્વારા સનસનીખેજ આક્ષેપ લગાડીને એસપી અને ભાજપ ઉચ્ચ કક્ષાએ અરજી કરાઇ હતી. જે આક્ષેપનો ખુલાસો ખેડા જિલ્લા પોલીસવડા દ્વારા કરવામાં આવ્યો છે. એસપી રાજેશ ગઢીયાએ જણાવ્યું કે પોલીસને આ અરજી પોતે તે શખ્શે જ આપી છે કે કેમ તે બાબતમાં તપાસ કરવામાં આવી ત્યારે આ અરજી આપનાર શખ્સ ક્યાંક ગુમ થઈ ગયો હતો. બાદમાં ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચની મદદ તેની શોધખોળ શરૂ કરાઇ હતી. અરજી આપનાર આ શખ્સ પોતાના સગાને ત્યાં છુપાઈ ગયો હોવાની બાતમીને આધારે તેને પકડી લેવામાં આવ્યો હતો.

આ શખ્સનું નિવેદન લેતા તેણે જણાવ્યું કે મેં પોતે ખોટી શંકા રાખીને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર ખોટા આક્ષેપ લગાવ્યાં છે. જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું કે આ શખ્સ માનસિક બીમાર છે અને તેની દવા પણ ચાલુ છે.

પોલીસે પૂછપરછ કરતા એવું પણ સામે આવ્યું કે અરજી આપનાર શખ્સના બે મિત્રો દ્વારા લાલચ અપાઇ હતી કે તેને આમ આદમી પાર્ટીની ટિકિટ આપવામાં આવશે, જે બાદ આ શખ્સ દ્વારા આક્ષેપો કરીને કેબિનેટ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ પર ડાઘ લગાવવાની કોશિશ કરી હતી.

નોંધનિય છે કે આ શખ્સે આરોપ લગાવ્યો હતો કે અર્જુનસિંહે તેની પત્નીને વશમાં કરીને વારંવાર દુષ્કર્મ કરીને તેની જિંદગી બરબાદ કરી નાખી છે અને તેને ધમકીઓ પણ આપવામાં આવતી હતી, જો કે તેની પત્નીએ આ આક્ષેપ ફગાવી નાખ્યાં છે, જેથી હવે આ શખ્સ પર પોલીસ પણ કાર્યવાહી કરી શકે છે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch