Wed,24 April 2024,1:58 pm
Print
header

ગુજરાતમાં વ્યાજખોરો સામે 847 FIR થઇ દાખલ, 27 સામે પાસાની દરખાસ્ત કરવામાં આવી- Gujarat Post

ગાંધીનગરઃ રાજ્યમાં અત્યાર સુધીમાં અનેક લોકો વ્યાજખોરોની ચુંગાલમાં ફસાઈ ચૂક્યા છે. જે પૈકી ઘણા લોકોએ આપઘાત કરીને જીવન ટૂંકાવી દીધું છે અનેક પરિવારો વેરવિખેર થઇ ગયા છે. ગેરકાયદેસર રીતે ઊંચા વ્યાજે રૂપિયાનુ ધીરાણ કરીને નાગરિકો પાસેથી સિક્યુરીટી પેટે લખાવી લીધેલી મિલકતો પચાવી પાડવાના અનેક કિસ્સા છે. ધમકી આપીને લોકો પાસેથી વ્યાજની ઊઘરાણી કરનારા વ્યાજખોરો સામે સરકારે કડક કાર્યવાહી હાથ ધરી છે. 

ગેરકાયદેસર રીતે વ્યાજે રૂપિયા આપીને સામાન્ય નાગરિકોની પાસેથી ઉંચુ વ્યાજ ખંખેરતા વ્યાજખોરો વિરૂધ્ધ ગૃહ વિભાગ દ્વારા રાજ્યવ્યાપી વિશેષ ડ્રાઇવ રાખવામાં આવી હતી.જે અંતર્ગત ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ઠેર ઠેર લોક દરબાર યોજાયા હતા. વ્યાજખોરો દ્વારા કરવામાં આવતી હેરાનગતિ અંગેની સામાન્ય નાગરિકોની આપવિતી સાંભળીને ફરિયાદો દાખલ કરાઇ છે.

પોલીસ તંત્ર દ્વારા તા.5 થી તા 31 જાન્યુઆરી 2023 દરમિયાન નાણાં ધીરધાર અધિનિયમ-2011 અન્વયે કુલ 847 એફઆઇઆર દાખલ કરીને 1481 આરોપીઓની સામે ગુના દાખલ કર્યાં છે. જેમાંથી 1039 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. માથાભારે વ્યાજખોરો સામે કુલ 27 પાસાની દરખાસ્ત કરવામાં આવી છે. જો તમારી સાથે પણ વ્યાજખોરોએ ઉંચુ વ્યાજ વસૂલ્યું છે તો તમે પણ પોલીસ સ્ટેશનમાં પુરાવા સાથે ફરિયાદ આપી શકો છો.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch