Thu,25 April 2024,12:45 pm
Print
header

PNB Scam Case: ભાગેડુ મેહુલ ચોક્સી એન્ટીગુઆથી ફરાર થયો હોવાની સ્થાનિક મીડિયામાં ચર્ચા

એન્ટીગુઆઃ પંજાબ નેશનલ બેંક કૌભાંડનો ભાગેડુ આરોપી મેહુલ ચોકસી લાપતા થયો હોવાના અહેવાલ છે. ચોક્સી એન્ટીગુઆ અને બારબુડાથી લાપતા થયા બાદ પોલીસે તેની શોધખોળ શરૂ કરી હોવાનો સ્થાનિક મીડિયામાં અહેવાલ પ્રકાશિત થયો છે.

સ્થાનિક મીડિયાના રિપોર્ટ પ્રમાણે પોલીસ કમિશ્નરના હવાલાના માધ્યમથી કહ્યું, પોલીસ ભારતીય કારોબારી મેહુલ ચોકસીના ઠેકાણાની ખબર મેળવી રહી છે જે લાપતા થવાની અફવા છે. 2018માં ભારતથી ફરાર થયા બાદ તે કેરેબિયન દેશ એન્ટીગુઆ એન્ડ બારબુડામાં રહેતો હતો. એન્ટીગુઆ પોલીસે ભાગેડુ આરોપી મેહુલ ચોકસી લાપતા થવાનો મામલો નોંધ્યો છે. તે બે દિવસ પહેલા પોતાના નિવાસસ્થાનેથી કારમાંથી સાંજે 5.15 કલાક નીકળતો જોવા મળ્યો હતો. એન્ટીગુઆના જોનસન પોઇંટ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો છે. પોલીસે તેની કોઈને ભાળ મળે તો જાણ કરવા સૂચના આપી છે.

મેહુલ ચોકસી એન્ટીગુઆથી ભાગીને ક્યૂબા જતો રહ્યો હોવાની આશંકા છે. ક્યૂબામાં તેનું શાનદાર ઘર છે સ્થાનિક મીડિયાના રિપોર્ટમાં જણાવ્યાં મુજબ મેહુલ ચોકસી દેશ છોડી ચુક્યો છે ભારત સરકાર એન્ટીગુઆના અધિકારીઓ પર તેની નાગરિકતા રદ્દ કરવાનું દબાણ કરતી હોવાથી તેણે આ દેશ છોડ્યો હોવાની અટકળો થઈ રહી છે. ઘણા સમયથી ભારતીય એજન્સીઓ આરોપીને ભારત લાવવા પ્રયાસ કરી રહી છે જેને લઇને જ તે અહીથી ફરાર થઇ ગયો છે. નોંધનિય છે કે ચોકસીએ પીએનબી સાથે 13,500 કરોડ નું લોન કૌભાંડ કર્યું છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch