Wed,24 April 2024,12:01 pm
Print
header

જનતામાં આક્રોશ, એક ચા વાળાએ વડાપ્રધાન મોદીને દાઢી કાઢી નાખવા 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલી દીધો

નવી દિલ્હીઃ કોરોનાની મહામારીમાં અનેક લોકોએ પોતાના જીવ ગુમાવ્યાં છે ભાજપ જેવી પાર્ટીઓએ બિંદાસપણે ચૂંટણી સભાઓ કરીને લોકોના જીવ મુશ્કેલીમાં મુકી દીધા, ખુદ પીએમ મોદીએ પશ્વિમ બંગાળ જેવા રાજ્યોમાં અનેક રેલીઓ કરીને કોરોના સંક્રમણ થાય તેવી સ્થિતી ઉભી કરી હતી હવે દેશમાં લોકડાઉનને કારણે બેરોજગારી વધી છે ધંધા-રોજગારને મોટો ફટકો લાગ્યો છે લોકોમાં મોદી સરકાર સામે આક્રોશ બહાર આવી રહ્યો છે

મહારાષ્ટ્રના બારામતીમાંથી અનિલ મોરે નામના ચા ની કિટલીવાળાએ વડાપ્રધાન મોદીને 100 રૂપિયાનો મની ઓર્ડર મોકલાવીને લખ્યું છે કે આ રૂપિયાથી તમે પોતાની લાંબી કરેલી દાઢી કઢાવી નાખો અને વધારવું જ હોય તો રોજગારી વધારવા કંઇ કરો. ઈંદારપુર રોડ પર અનિલ મોરે ચાની કીટલી ચલાવે છે અને છેલ્લા ઘણા સમયથી તેના ધંધા પર લોકડાઉનની અસર થઇ છે કોરોનામાં તેની સ્થિતી દયનીય બની છે તેના જેવા હજારો લોકોની આર્થિક હાલત કફોડી બની છે. 

દેશમાં લાખો લોકો પાસે રોજગારી નથી મહારાષ્ટ્રમાં પણ આવી જ હાલત છે અહીં સૌથી વધારે કેસ હોવાથી લોકડાઉનનો સમય પણ વધારે હતો અને દેશમાં વિપક્ષ કોંગ્રેસ સહિતની પાર્ટીઓએ પણ આરોપ લગાવ્યાં છે કે લોકડાઉન કોઇ પણ પ્રકારના આયોજન વગર લગાવી દેવામાં આવ્યું હતુ જેથી લોકોની મુશ્કેલીઓ વધી ગઇ હતી. ત્યારે હવે મોરે જેવા નાનો ધંધો કરનારા લોકોમાં સરકાર સામે આક્રોશ છે જો કે મોરેએ એમ પણ કહ્યું કે તેનો ઉદ્દેશ વડાપ્રધાનનું અપમાન કરવાનો જરા પણ નથી તે દેશની સ્થિતીથી મોદીને વાકેફ કરવા માંગે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch