Wed,17 April 2024,1:22 am
Print
header

કોરોનાની બીજી લહેરઃ પ્લાઝમા થેરાપી કારગર નહીં, સારવારના દિશા નિર્દેશમાં હટાવવાની તૈયારી

નવી દિલ્હીઃ કોરોના સંક્રમિત દર્દીઓની જિંદગી બચાવવામાં પ્લાઝમા થેરાપી અસરદાર સાબિત નથી થઈ રહી. તેના ઉપયોગ છતાં સંક્રમિતોના મોત અને બીમારીની ગંભીરતા ઘટી રહી નથી. સૂત્રોના જણાવ્યાં મુજબ આ સ્થિતિમાં તેને સારવારના દિશા નિર્દેશ (સીએમજી)થી હટાવવામાં આવી શકે છે. આઈસીએમઆર અને કોવિડ-19 માટે બનાવવામાં આવેલી ટાસ્ક ફોર્સની બેઠકમાં તમામ સભ્યો આ થેરાપી હટાવવા સહમત થયા હતા.

તાજેતરમાં કેટલાક નિષ્ણાતો અને મુખ્ય વૈજ્ઞાનિક સલાહકાર વિજય રાઘવને પત્ર લખીને કોરોના સારવારમાં પ્લાઝમા થેરાપી અવૈજ્ઞાનિક હોવાનું જણાવ્યું હતું.આ પત્રની કોપી આઈસીએમઆર પ્રમુખ બલરામ ભાર્ગવ અને એઇમ્સના ડો.ગુલેરિયાને મોકલવામાં આવી હતી. નિષ્ણાતો મુજબ મહામારીનો પ્રકોપ ઘટવાના બદલે વધી રહ્યો છે. કારણ કે તેનાથી વાયરસનું સ્વરૂપ વિકસિત થવાનો ખતરો છે.

પ્લાઝમા થેરાપીથી ઠીક થયેલા દર્દીના લોહીમાં રહેલા એન્ટીબોડીને ગંભીર દર્દીઓને આપવામાં આવ્યા છે. 11,588 દર્દીઓ પર કરવામાં આવેલા પરીક્ષણ બાદ જાણવા મળ્યું કે તેનાથી દર્દીના મોત અને હોસ્પિટલથી સાજા થવાના દરમાં કોઈ ફરક નથી.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch