Thu,25 April 2024,11:10 pm
Print
header

ફિલીપાઈન્સ મિલિટ્રીનું એક પ્લેન ક્રેશ થઇ ગયું, 85 તાલીમાર્થીઓ હતા સવાર, 17 ના મોત

ફિલીપાઇન્સઃ ફિલીપાઇન્સ મિલિટ્રીનું એક પ્લેન તૂટી પડ્યું હોવાના સમાચાર છે. આ પ્લેનમાં 85 લોકો સવાર હતા. આર્મ ફોર્સના વડાએ રવિવારે સવારે આ માહિતી આપી છે. અત્યાર સુધીમાં 40 લોકોને બચાવી લેવાયા હોવાનો તેમને દાવો કર્યો છે. જ્યારે 17 લોકોનાં મોત થઇ ગયા છે પ્લેનમાં સવાર અન્ય લોકોને બચાવવાની કામગીરી શરૂ છે.

જનરલ સિરાલીટો સોબેજનાએ કહ્યું સી-130 દક્ષિણ ફિલીપાઇન્સના જોલો આઈલેન્ડ પર ઉતરતી વખતે રન વે પર ઉતરાણ કરવાનું ચૂકી જતાં આ ઘટના બની હતી. પ્લેનમાં સવાર મોટાભાગના લોકો તાજેતરમાં બેસિક મિલિટ્રી ટ્રેનિગમાં ગ્રેજ્યુએટ થયેલા હતા તેમને જોઈન્ટ ટાસ્ક ફોર્સની તાલીમ આપવા આઇલેંડ પર લઈ જવાતા હતા.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch