Sat,20 April 2024,10:30 am
Print
header

દેશના આ 5 શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને થયો પાર, જાણો આજે કેટલો થયો ભાવ વધારો

ભોપાલઃ સરકારી ઓઈલ કંપનીઓને આજે પેટ્રોલ-ડીઝલના ભાવ જાહેર કર્યા છે. મે મહિનામાં 11 વખત પેટ્રોલ-ડીઝલના ભાવ વધ્યા છે એટલે કે દર બે દિવસે વધારો થયો છે. આજે પેટ્રોલના ભાવમાં 16 પૈસાનો વધારો થયો છે ડીઝલના ભાવમાં 29 પૈસાનો વધારો થયો છે. ભાવ વધારા સાથે પેટ્રોલનો ભાવ 90.32 પ્રતિ લીટર જ્યારે ડીઝલનો ભાવ 90.60 પ્રતિ લીટર પર પહોંચ્યો છે. ગઈકાલે પેટ્રોલનો ભાવ 90.16 અને ડીઝલનો ભાવ 90.31 હતો. શુક્રવારે પેટ્રોલનો ભાવ 18 પૈસાના વધારા સાથે 90.16 પર પહોંચ્યો  હતો ડીઝલનો ભાવ 31 પૈસાના વધારા સાથે 90. 31 થયો હતો.

મધ્ય પ્રદેશ અને રાજસ્થાનના અનેક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર થઈ ગયો છે. રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલ 104 રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલ 96.62 રૂપિયા પ્રતિ લિટરને પાર પહોંચી ગયું છે જયપુરમાં પેટ્રોલ 99.50 રૂપિયા અને ડીઝલ 92.49 રૂપિયા પ્રતિ લિટરની સપાટીએ છે. શ્રીગંગાનગર ઉપરાંત અનૂપપુરમાં 103.86 રૂપિયા, ભોપાલમાં 101.11 રૂપિયા, ઈંદોરમાં 101.18 રૂપિયા તથા રીવામાં 103.32 રૂપિયા પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ થયો છે. પેટ્રોલ - ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે. એટલે કે સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે.

એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમિશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે. પેટ્રોલ ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે અપડેટ થાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર, બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે.એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch