નવી દિલ્હીઃ કોરોનાકાળમાં મોંઘવારીમાં ભીંસાતી આમ જનતાને વધુ એક ફટકો લાગ્યો છે. દેશમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 4 મે બાદ 14મી વખત વધારો થયો છે. રાજધાની દિલ્હીમાં પેટ્રોલની કિંમત 24 પૈસા અને ડીઝલની કિંમત 29 પૈસા લીટર વધી છે. તેના એક દિવસ પહેલા ભાવ સ્થિર રહ્યો હતો આજે દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 93.68 રૂપિયા અને ડીઝલનો ભાવ 84.61 રૂપિયા પહોંચી ગયો છે મુંબઈમાં પેટ્રોલ 100 રૂપિયા સુધી પહોંચી ગયું છે.
ઈન્ડિયન ઓઇલની વેબસાઈટ મુજબ, મુંબઈમાં પેટ્રોલ 99.94 રૂપિયા અને ડીઝલ 91.87 રૂપિયા પ્રતિ લીટર છે. કોલકાતામાં પેટ્રોલ 93.72 રૂપિયા અને ડીઝલ 87.46 રૂપિયા તથા ચેન્નઈમાં પેટ્રોલ 95.28 રૂપિયા અને ડીઝલ 89.39 રૂપિયા પ્રતિ લીટર છે.
Price of petrol & diesel in #Delhi at Rs 93.68 per litre and Rs 84.61 respectively.
— ANI (@ANI) May 27, 2021
Petrol & diesel prices per litre - Rs 99.94 & Rs 91.87 in #Mumbai, Rs 101.77 & Rs 93.07 in #Bhopal, Rs 95.28 & Rs 89.39 in #Chennai and Rs 93.72 & Rs 87.46 in #Kolkata pic.twitter.com/lRoPs4QSMO
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે 6 કલાકે બદલાય છે અને નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે. પેટ્રોલ ડીઝલના રોજના રેટ SMS દ્વારા પણ જાણી શકો છે. ઇન્ડિયન ઓઈલના કસ્ટમર RSP લખીને 9224992249 નંબર પર અને બીપીસીએલના ગ્રાહકો RSP લખીને 9223112222 નંબર પર મોકલી ભાવ જાણી શકે છે. જ્યારે એચપીસીએલના ગ્રાહકો HPPrice લખીને 9222201122 નંબર પર મોકલીને ભાવ જાણી શકે છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
બિલ ગેટ્સે ભારતની ડિજિટલ સરકારની કરી પ્રશંસા, પીએમ મોદીએ AIને લઈ કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:28:34
કોંગ્રેસીઓને ભાજપમાં સામેલ કરવા અંગે સી.આર.પાટીલે પ્રથમ વખત કહી આ વાત – Gujarat Post | 2024-03-29 10:25:02
દક્ષિણ આફ્રિકામાં બસ પુલ પરથી ખાઇમાં પડી, 45 લોકોના મોત | 2024-03-29 10:14:50
જમ્મુ-કાશ્મીરમાં મોટો અકસ્માત, પેસેન્જર કેબ ખાડામાં પડી જતાં 10 લોકોના | 2024-03-29 10:06:24
મુખ્તારે 15 વર્ષની ઉંમરે ગુનાની દુનિયામાં કર્યો હતો પ્રવેશ, જાણો રૂંગટાના અપહરણથી લઈને કૃષ્ણાનંદ રાયની હત્યા સુધીનો મામલો | 2024-03-29 09:29:38
Fact Check: રાહુલ ગાંધીનો વીડિયો જોતો વિરાટ કોહલીની તસવીર વાયરલ, જાણો હકીકત – Gujarat Post | 2024-03-29 10:20:29
ચીનને ભારતનો કડક સંદેશ - તે ગમે બોલે પણ અરુણાચલ ભારતનું હતું, છે અને હંમેશા રહેશે | 2024-03-29 09:11:29
મુખ્તાર અંસારીના મોત બાદ આજે પરિવારની હાજરીમાં થશે પોસ્ટમોર્ટમ, પુત્ર ઉમરે તેના પિતાની હત્યાનો લગાવ્યો આરોપ | 2024-03-29 08:46:38