નવી દિલ્હીઃ બે દિવસના વિરામ બાદ ફરી એક વખત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે. પેટ્રોલમાં 25 પૈસા અને ડીઝલમાં 35 પૈસા પ્રતિ લિટર વધારો થયો છે. ન્યૂઝ એજન્સી એએનઆઈ મુજબ રાજધાની દિલ્હીમાં પેટ્રોલ 90.83 રૂપિયા થઈ ગયું છે. જ્યારે 5 લિટર ડીઝલની કિંમત 81.01 રૂપિયા પ્રતિ લિટર હતી તે બે દિવસ બાદ 35 પૈસા પ્રતિ લિટર મોંઘી થઈને 81.32 રૂપિયા થઈ ગઈ છે.
આ પહેલા દેશમાં સતત 12 દિવસ સુધી ઈંધણના ભાવમાં વધારો થયો હતો. દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત 9 ફેબ્રુઆરીએ વધવાની શરૂ થઈ હતી. 8 ફેબ્રુઆરી સુધી રાજધાની દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 86.95 રૂપિયા હતી. જ્યારે ડીઝલની કિંમત 77.13 રૂપિયા પ્રતિ લિટર હતી. પરંતુ આજે 23 ફેબ્રુઆરી, 2021ના રોજ દિલ્હીમાં એક લિટર પેટ્રોલની કિંમત 90.83 રૂપિયા અને ડીઝલની કિંમત 81.36 રૂપિયા છે. એટલે કે 15 દિવસની અંદર જ દિલ્હીમાં એક લિટર પેટ્રોલ 3.98 રૂપિયા અને ડીઝલ 4.19 રૂપિયા મોંઘા થયા છે.
પેટ્રોલ અને ડીઝલની કિંમત દરરોજ સવારે છ કલાકે બદલાય છે.સવારે છ કલાકથી નવા દર લાગુ થઈ જાય છે. એક્સાઈઝ ડ્યૂટી, ડીલર કમીશન અને અન્ય ટેક્સ જોડ્યા બાદ પેટ્રોલ ડીઝલની કિંમત લગભગ બે ગણી થઈ જાય છે.
https://www.facebook.com/gujaratpostin
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર
Big news- મુકેશ અંબાણીના આલીશાન ઘરની બહાર કારમાં વિસ્ફોટકો (જિલેટિન)નો જથ્થો મળ્યો
2021-02-25 21:33:31
ઇંગ્લેન્ડ સામેની મેચમાં ભારતનો 10 વિકેટે વિજય, અક્ષર પટેલ મેન ઓફ ધ મેચ
2021-02-25 21:14:23
ગુજરાતમાં કોરોનાના કેસમાં ચિંતાજનક વધારો નવા 424 કેસ નોંધાયા
2021-02-25 20:32:23
લંડનની કોર્ટે પ્રત્યાર્પણની મંજૂરી આપી, ભાગેડું નીરવ મોદીને લવાશે ભારત
2021-02-25 17:15:56
વડાપ્રધાન મોદીનું નામ એ આપણું બ્રહ્માસ્ત્ર છે : સી.આર.પાટીલ
2021-02-25 16:40:29
મોદી સરકારે સોશિયલ મીડિયા અને OTT પ્લેટફોર્મ માટે જાહેર કરી નવી ગાઈડલાઈન્સ
2021-02-25 16:06:06
દેશમા છેલ્લાં 24 કલાકમાં કોરોનાના નવા 16, 900 કેસ, મહારાષ્ટ્રમાં જ 8,800 કેસ
2021-02-25 11:33:18