Fri,26 April 2024,4:06 am
Print
header

પેટ્રોલ-ડીઝલના ટેક્સથી છલકાઇ ગુજરાત સરકારની તિજોરી, 2 વર્ષમાં થઈ અધધ આટલા કરોડ રુપિયાની આવક

રાજ્યમાં પેટ્રોલ પર 13.7, ડીઝલ પર 14.9 અને CNG-PNGમાં 15 ટકા ટેક્સ વસૂલાય છે

CNGમાં રૂ. 389 કરોડ અને PNGમાં રૂ. 126 કરોડની આવક થઈ

ગાંધીનગરઃ વિધાનસભા સત્રમાં સરકારે એક સવાલના જવાબમાં જણાવ્યું કે છેલ્લા બે વર્ષમાં રાજ્ય સરકારને પેટ્રોલમાં 6040.01 કરોડ રૂપિયા અને ડીઝલમાં 12731.79 કરોડ રૂપિયાની આવક થઈ છે. સીએનજીથી 389 કરોડ અને પીએનજીથી 126 કરોડ રૂપિયાની આવક થઇ છે.રાજ્ય સરકાર પેટ્રોલ પર 13.7 ટકા, ડીઝલ પર 14.9 ટકા તથા સીએનજી અને પીએનજી પર 15 ટકા વેરો વસૂલે છે. 

રાજ્ય સરકારે વિધાનસભા ગૃહમા જણાવ્યું કે, પેટ્રોલમાં વર્ષ 2021 થી 2022 સુધીમાં 6040.01 કરોડ રૂપિયા આવક થઈ, ડીઝલમાં વર્ષ 2021 થી 2023 સુધીમાં 12731.79 કરોડ રૂપિયાની આવક થઇ છે. CNGમાં વર્ષ 2021થી 2022 સુધીમાં 191.75કરોડ રૂપિયાની આવક થવા પામી છે. PNG માં વર્ષ 2021 થી 2022 સુધીમાં 68.31 કરોડની આવક થઈ છે, એક રીતે ઇંધણના ટેક્સથી સરકારની તિજોરી છલોછલ થઇ ગઇ છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch