Thu,18 April 2024,1:58 pm
Print
header

મંત્રીઓના અંગત સચિવ, અંગત મદદનીશ અને અધિક અંગત સચિવોની નિમણૂંક

ગુજરાતના નવા મંત્રીમંડળના સ્ટાફની નિમણૂંકો કરાઇ 

ગાંધીનગર: ગુજરાતમાં નવી સરકારના 25 દિવસ પછી મંત્રીઓને અંગત સચિવ, અંગત અધિક સચિવ, અંગત મદદનીશ ફાળવવામાં આવ્યાં છે.નિસર્ગ જોશીની મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીના અંગત સચિવ તરીકે નિમણૂંક થઈ છે. બીએસ મિસ્ત્રીની અધિક અંગત સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે, શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના અંગત સચિવ તરીકે એમડી પ્રજાપતિ, એન.એમ.પંડ્યાની અધિક અંગત સચિવ તરીકે નિયુક્તિ કરવામાં આવી છે. 

ઋષિકેશ પટેલના અંગત સચિવ તરીકે રોનક મહેતા અને સુબોધ જોશીને અધિક અંગત સચિવ બનાવાયા છે. આઇ.ડી ચૌધરીને પૂર્ણેશ મોદીના અંગત સચિવ, પથિક પટેલને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. 

કિશોર રાઠવા રાઘવજી પટેલના અંગત સચિવ, ડી.બી. પરમારને અધિક અંગત સચિવ તરીકે નિયુક્ત કરાયા છે. નાણામંત્રી કનુ દેસાઇના અંગત સચિવ તરીકે કે.કે. પટેલને નિયુક્ત કરાયા છે. દિવ્યાંગ પટેલને વન પર્યાવરણ મંત્રી કિરીટસિંહ રાણાના અંગત સચિવ બનાવાયા છે. 

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પરો

https://www.gujaratpost.in/news/listing/Gu

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch