Thu,18 April 2024,9:01 pm
Print
header

ગુજરાત ચૂંટણી પહેલા મહત્વની જાહેરાત: ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને મોદી સરકારની મંજૂરી- Gujarat post

એરપોર્ટની માલિકી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારની હશે

એરપોર્ટનો અને હાઇવે ઝડપી પરિવહન વ્યવસ્થા અને રેલવે દ્વારા જોડાયેલું હશે

અમદાવાદઃ ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા ધોલેરામાં ગ્રીનફિલ્ડ એરપોર્ટ પ્રોજેક્ટને મોદી સરકાર તરફથી મંજૂરી મળી ગઇ છે. કેંદ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ અંગે સત્તાવાર જાહેરાત કરી છે. તેમણે જણાવ્યું કે ગુજરાતના ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને મંજૂરી આપી દેવામાં આવી છે. એરપોર્ટની માલિકી એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારની રહેશે, કેબિનેટ કમિટી ઓન ઈકોનોમિક અફેર્સએ (CCEA) ગુજરાતમાં ધોલેરા ઈન્ટરનેશનલ એરપોર્ટ પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે એરપોર્ટ હાઇવે  અને રેલવે દ્વારા જોડાયેલું હશે. 2007માં ધોલેરા ખાતે ઇન્ટરનેશનલ કક્ષાનું એરપોર્ટ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી. 2012માં રાજ્ય સરકાર એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને નેશનલ ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલોપમેન્ટ એન્ડ ઇમ્પ્લિમેન્ટેન્સન ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ કંપની લિ.ની સ્થાપના કરી હતી.

અનુરાગ ઠાકુરે જણાવ્યું કે ધોલેરા ગ્રીનફિલ્ડ એરપોર્ટનું બાંધકામ 48 મહિનામાં પૂર્ણ કરી દેવામાં આવશે. તેમણે ટ્વિટ કરીને કહ્યું કે ગ્રીનફિલ્ડ એેરપોર્ટમાં મુસાફરોની સુવિધા તેમજ કાર્ગો સુવિધા પ્રદાન કરાશે. ધોલેરા ઈન્ટરનેશનલમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડીયાનો 51 ટકા, ગુજરાત સરકારનો 33 ટકા અને નેશનલ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર ડેવલપમેન્ટ એન્ડ ઈમ્પ્લીમેન્ટશન ટ્રસ્ટની 16 ટકા જવાબદારી રહેશે. તેમણે એવું પણ કહ્યું કે 2025-26થી ધોલેરાનું ઈન્ટરનેશનલ ગ્રીનફિલ્ડ એરપોર્ટ ચાલુ થઇ જશે,જેથી અમદાવાદ એરપોર્ટ પર ટ્રાફિકનું ભારણ ઘટશે.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch