ભાગીને લગ્ન કરવાના કેસમાં મિલકત માટે દીકરીઓને ફસાવવામાં આવી હોવાના કેસ સામે આવ્યાં
અમદાવાદઃ જાસપુર ખાતે પાટીદારોની મુખ્ય સંસ્થાઓના અગ્રણીઓની બેઠક મળી. જેમાં સમાજના વિવિધ મુદ્દે ચર્ચા થઈ હતી. પાટીદાર અગ્રણી જેરામ વાંસજાળીયાએ ભાજપ સરકાર પર પ્રહાર કર્યાં હતા. તેમણે કહ્યું પાટીદાર અનાતમ આંદોલનના કેસ પાછા ખેચાયા નથી, સરકાર સુસ્ત છે, ભાજપ સરકાર ઝડપથી કેસ પરત ખેંચતી નથી.
રાજ્ય સરકારે જે બિન અનામત વર્ગ માટે જે યોજનાઓ જાહેર કરી છે તેમાં આવક અને સહાયના ધોરણો અન્ય પછાત જાતિઓના બોર્ડ/નિગમોમાં કરેલી જોગવાઈઓ સમકક્ષ કરવા જોઈએ.રાજ્ય સરકારની ભરતીમાં અન્ય પછાત જાતિના વર્ગના ઉમેદવારોને વયમર્યાદામાં તેમજ અનુભવના ધોરણોમાં જે છૂટછાટ આપવામાં આવે છે તે ધોરણો બિનઅનામત વર્ગ માટે હોવા જોઈએ.
શૈક્ષણિક અભ્યાસક્રમોમાં પ્રવેશ માટેના ધારા-ધોરણ મુજબ અનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓની ટકાવારીનું કટ ઓફ અને બિનઅનામત વર્ગમાં આવતા વિદ્યાર્થીઓના કટઓફમાં મોટો વચ્ચે તફાવત છે. રાજ્ય સરકાર હસ્તકના બોર્ડ- કોર્પોરેશનમાં અનામત વર્ગના ઉમેદવારોને વયમર્યાદા તેમજ શૈક્ષણિક લાયકાતમાં જે છૂટછાટ આપેલ છે તે મુજબની છૂટછાટ બિનઅનામત વર્ગને લાગુ પડવી જોઈએ.
સરકારના સમરસતા છાત્રાલયોમાં 50% જગ્યાઓ માટેનો પ્રવેશ બિન અનામત વર્ગને વહેલા તે પહેલાના ધોરણે આપવો જોઈએ અથવા બિન અનામત વર્ગ માટે સંપૂર્ણ સગવડો સહિતની નવી સમરસતા છાત્રાલયો દરેક શહેરોમાં બનવી જોઈએ.
હાલમાં કન્યા કેળવણીનો લાભ માત્ર મેડીક્લ તથા પેરામેડીક્લ અભ્યાસક્રમમાં ચોક્કસ શાખામાં આપવામાં આવે છે તે લાભ પેરામેડીક્લની તમામ શાખાઓમાં મળવો જોઈએ.
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટેની સહાયના માપદંડ સરકારના અન્ય બોર્ડ/નિગમની જોગવાઈઓ મુજબ હોવા જોઈએ.
વિદેશ અભ્યાસ લોન યોજનાનો લાભ એક જ પરિવારના એકથી વધુ સભ્યોને મળવો જાેઈએ. કારણ કે એક જ પરિવારમાં બે બાળકો વચ્ચે ભેદભાવ કરી શકાય નહીં.
બિન અનામત નિગમ વિદેશ અભ્યાસ માટે જે લોન આપે છે તેમાં ધોરણ-12 કે સ્નાતક
બંનેને લક્ષમાં લઈ જેમાં ગુણ વધારે હોય તે ધ્યાને લઈ લોન મંજૂર કરવી જોઈએ.
ગુજરાત બિન અનામતની શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની સ્વરોજગાર લોનની રકમની લઘુત્તમ મર્યાદા 10 લાખ રૂપિયા હોવી જોઈએ.
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે વિદેશ અભ્યાસ લોન અને કોર્મશિયલ પાયલોટની તાલીમ માટેની લોનમાં જે આવક મર્યાદા નિયત કરેલ છે તે જ આવક મર્યાદા બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે હોવી જોઈએ.
સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ હસ્તક બક્ષીપંચના વિદ્યાર્થીઓ માટે જે યોજનાઓ અમલમાં હોય તે પ્રકારની યોજનાઓ બિન અનામત વર્ગના લોકો માટે હોવી જોઈએ.
સ્પર્ધાત્મક પરીક્ષામાં કટ ઓફ માર્કસની થિયરી દરેક જાતિમાં એકસમાન હોવી જોઈએ, જેમાં કોઈ ભેદભાવ રાખી શકાય નહીં.
સરકાર દ્વારા જે કોઈ ભરતી પરીક્ષાઓ લેવામાં આવે તેનું માધ્યમ ગુજરાતી અને અંગ્રેજી એમ બંને માધ્યમમાં રાખવા રજૂઆત છે.
કોચિંગ કલાસીસ માટે આપવામાં આવતી સહાયની રકમ જી.એસ.ટી. સિવાય ઓછામાં ઓછી 30 હજાર હોવી જોઈએ અને તે પ્રાયવેટ કલાસીસ માટે પણ લાગુ પડવી જોઈએ.
સરકારી સેવાની ભરતી માટે તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જે ધોરણો એસ.સી, એસ.ટી, ઓ.બી.સી માટે નિયત કરવામાં આવેલ છે તે પ્રકારના ધોરણો બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓ માટે અમલી કરવા જોઈએ.
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને નોન ક્રિમીલેયર પ્રમાણપત્ર મેળવવામાં અનેક મુશ્કેલીઓ પડે છે, જે એસ.સી, એસ.ટી, ઓ.બી.સીના વિદ્યાર્થીઓને પડતી નથી, જે એકસમાન હોવી જોઈએ.
સરકાર દ્વારા ચાલતી સૈનિક સ્કૂલોમાં બિન અનામત વર્ગ માટે અનામતની જોગવાઈ રાખવામાં આવેલ નથી, જે એસ.સી, એસ.ટી, ઓ.બી.સીમાં અનામતની જે જોગવાઈ છે તે મુજબ હોવી જોઈએ.
બિન અનામત વર્ગના વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં ધોરણ-9 થી 12 સુધી ભોજન બીલની સહાય ચૂકવવામાં આવે છે તે વધારીને સ્નાતક તેમજ અનુસ્નાતકના વિદ્યાર્થીઓ સુધી કરવી જોઈએ.
https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર
ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો
SBI ભરતીમાં કૌભાંડ અને ગુજરાતીઓને અન્યાય થયો હોવાનો કોંગ્રેસનો આરોપ- Gujarat post
2022-06-25 20:26:39
એકનાથ શિંદે અને દેવેન્દ્ર ફડણવીસ વડોદરામાં મળ્યાં, અમિત શાહ પણ હાજર હોવાની ચર્ચાઓ- Gujarat Post
2022-06-25 20:20:56
ગુજરાત ATSએ એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડની કરી અટકાયત- Gujarat post
2022-06-25 20:03:51
શિવસેનાની કાર્યકારિણીમાં ઉદ્ધવનું બળવાખોરો સામે આક્રમક વલણ, મુંબઈમાં કલમ 144 લાગુ- Gujaratpost
2022-06-25 15:44:03
અમદાવાદ: પરિમલ ગાર્ડન પાસે દેવ કોમ્પલેક્ષમાં લાગી આગ, હોસ્પિટલમાંથી 10 નવજાત સહિત 50 લોકોનું રેસ્ક્યૂં- Gujarat post
2022-06-25 15:35:11
દે ધનાધન.. સુરતમાં શાળા પ્રવેશોત્સવમાં ભાજપ અને આપના કાર્યકર્તાઓમાં ઝપાઝપી- Gujarat Post
2022-06-25 12:45:49
રાજ્યના આ શહેરોમાં 5 દિવસ સુધી મેઘરાજા થશે મહેરબાન, અમદાવાદીઓએ જોવી પડશે રાહ- Gujarat Post
2022-06-25 10:23:25
અમદાવાદમાં પોલીસની તોડબાજીનો વીડિયો વાયરલ- Gujarat Post
2022-06-22 09:52:55
મફતના ભાવે સરકારી બંગલા ! કોંગ્રેસે કહ્યું ગુજરાતના 15 પૂર્વ મંત્રીઓના સરકારી બંગલા પરત લેવામાં આવે- Gujarat Post
2022-06-19 17:32:17
અમદાવાદ: ઘરઘાટીને બંધક બનાવીને લૂંટ ચલાવનારા આરોપીઓને ક્રાઈમબ્રાંચે ઝડપી પાડ્યા- Gujarat post
2022-06-19 16:37:44