પાટણઃ જિલ્લાના સમી તાલુકા હેઠળ આવતી અમરાપુર ગ્રામ પંચાયતમાં ફરજ બજાવતા વીલેજ કોમ્પ્યુટર એન્ટરપ્રિન્યોર (VCE) ભરત સોમાભાઈ ગડસાયા (ઠાકોર)ને પાક નુકસાની સહાય મંજૂર કરાવવાના નામે રૂ. 15,000ની લાંચ લેતા પાટણ લાંચરુશ્વત વિરોધી બ્યુરો (ACB)એ રંગેહાથ ઝડપી પાડ્યો છે.
વર્ષ 2025માં વધુ વરસાદના કારણે પાક નિષ્ફળ જતાં રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલી પાક નુકસાની સહાય મેળવવા માટે અમરાપુર પાટી વિસ્તારના 9 ખેડૂતોએ જરૂરી દસ્તાવેજો સાથે VCE ભરતભાઈ ગડસાયા પાસે ફોર્મ ભર્યા હતા. આરોપીએ ઉપરી અધિકારીઓના નામે મંજૂરી અપાવવા પેટે ખેડૂત દીઠ મળવાપાત્ર રૂ.44,000 ની સહાયમાંથી 50 ટકા રકમની ગેરકાયદે માંગણી કરી હતી.
સહાય ખાતામાં જમા થયા બાદ 9 ખેડૂતોના હિસ્સામાંથી અગાઉ કુલ રી. 1,70,000 (રૂ. 60,000 ફોન-પે મારફતે અને રૂ. 1,10,000 રોકડા) ચૂકવી દેવામાં આવ્યા હતા. આમ છતાં, આરોપીએ બાકી નીકળતા રૂ. 20,000ની સતત ઉઘરાણી ચાલુ રાખી હતી. રકઝકના અંતે આરોપી રૂ. 15,000 સ્વીકારવા સહમત થયો હતો.
જાગૃત નાગરિકે આ અંગે પાટણ ACB પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા, ACB ટીમે અમરાપુર ગ્રામ પંચાયત કચેરી ખાતે વીસીઈની ઓફિસમાં લાંચનું છટકું ગોઠવ્યું હતું. આરોપી ભરત ગડસાયા ફરિયાદી પાસેથી રૂ. 15,000ની લાંચ સ્વીકારતા જ ACB અધિકારીઓએ તેને સ્થળ પરથી પકડી પાડી સમગ્ર રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17