Wed,24 April 2024,3:09 am
Print
header

ચૂંટણી પહેલા સુરતમાં પાસ સક્રિય, તિરંગા પદયાત્રા સ્વરૂપે કરશે શક્તિ પ્રદર્શન- Gujarat Post

પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે

28 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે ક્રાંતિ ચોક વિસ્તારથી નીકળશે યાત્રા

સુરત: ચૂંટણી આવી રહી છે ત્યારે સમાજના નામે રાજકારણ કરવા પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ) દ્વારા ડાયમંડ નગરી સુરતમાં 28 ઓગસ્ટે તિરંગા પદયાત્રાનું આયોજન કરાયું છે. આ યાત્રા ક્રાંતિ ચોકથી નીકળીને માનગઢ ચોક ખાતે આવેલી સરદાર પ્રતિમાએ સંપન્ન થશે. વિધાનસભા ચૂંટણી પહેલા પાસનું તિરંગા પદયાત્રા સ્વરૂપે શક્તિ પ્રદર્શન થઇ રહ્યું છે.

પાટીદાર અનામત આંદોલનના 7 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે, જે અંતર્ગત 25 ઓગસ્ટના રોજ પાટીદાર ક્રાંતિ દિવસની ઉજવણી કરાશે. 26 ઓગસ્ટના રોજ પાટીદાર શહીદ દિવસની ઉજવણી થશે. શ્રદ્ધાંજલિના ભાગરૂપે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા તારીખ 28 ઓગસ્ટ 2022 ના રોજ તિરંગા પદયાત્રાનું આયોજન  કરાયું છે.

તિરંગા પદયાત્રા 28 ઓગસ્ટના રોજ સવારે 9 કલાકે ક્રાંતિ ચોક વિસ્તારથી નીકળશે. સરદાર પ્રતિમા, માનગઢ ચોક, મીનીબજાર, વરાછા રોડ સ્થિત પૂર્ણ કરવામાં આવશે. મોટી સંખ્યામાં વરાછા, કતારગામ, સરસાણા વગેરે વિસ્તારમાંથી યુવકો યાત્રામાં જોડાશે. આ યાત્રાની આગેવાની અલ્પેશ કથિરીયા કરશે. 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch