રાજકોટઃ ખેડૂત નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટી (AAP) માંથી રાજીનામું આપતા જ ગુજરાતના રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે. સોશિયલ મીડિયા પર થઈ રહેલા આક્ષેપો બાદ જાણીતા હવામાન નિષ્ણાંત અને ખેડૂત આગેવાન પરેશ ગોસ્વામી રાજુ કરપડાના સમર્થનમાં આવ્યાં છે.
રાજુ કરપડાના રાજીનામા બાદ સોશિયલ મીડિયા પર તેમને ગદ્દાર કહીને ટ્રોલ કરવામાં આવી રહ્યાં છે અને તેઓ ભાજપમાં જોડાશે તેવી અટકળો લગાવાઈ રહી છે. આ બાબતે પરેશ ગોસ્વામીએ આપના કાર્યકર્તાઓ અને ટીકાકારોને આડે હાથ લેતા જણાવ્યું કે પાર્ટી છોડી છે, ખેડૂતોને નહીં. રાજુભાઈએ માત્ર પક્ષ છોડ્યો છે, ખેડૂતોનો સાથ નહીં. કોઈ વ્યક્તિ પક્ષ બદલે એટલે તે વેચાઈ ગયો છે તેવું કહેવું તદ્દન ખોટું છે. રાજકીય પક્ષો ખેડૂત હિતના એકમાત્ર ઠેકેદાર નથી. પક્ષ વગર પણ ખેડૂતોની સેવા થઈ શકે છે.
પરેશ ગોસ્વામીએ રાજુ કરપડાના ભૂતકાળના સંઘર્ષોને યાદ અપાવતા ભાવુક અપીલ કરી હતી. તેમણે કહ્યું, જ્યારે બોટાદના હળદળમાં કડદા કાંડ થયો, ત્યારે આ મરદનો દીકરો એકલો લડ્યો હતો. ખેડૂતોના હક માટે તેમણે જેલ ભોગવી છે. જે માણસ ખેડૂતો માટે જેલમાં ગયો હોય, તેને ખરાબ ચીતરવાથી સમાજનો ઉદ્ધાર નહીં થાય.
પરેશ ગોસ્વામીએ કહ્યું કે, રાજુ કરપડા છેલ્લા 10 વર્ષથી ખેડૂતો માટે લડી રહ્યાં છે અને તેઓ એક રૂપિયાનું પણ ખોટું કરે તેવા માણસ નથી. જ્યાં સુધી તેઓ સત્તાવાર રીતે કોઈ અન્ય પક્ષમાં જોડાઈને ખેડૂત વિરોધી કામ ન કરે, ત્યાં સુધી તેમને અપશબ્દો બોલવાનો કોઈને અધિકાર નથી.
દેશમાં ગેસ અને ઇંધણની કોઈ અછત નથી: ગભરાઇને બુકિંગ ન કરવા મોદી સરકારની અપીલ | 2026-03-13 17:25:59
Video: આંજણા પટેલ યુવક સાથે લગ્ન બાદ સિંગર કિંજલ રબારીએ હર્ષ સંઘવીને શું કરી વિનંતી ? | 2026-03-13 17:10:01
Stock Market Crash: સતત વેચવાલીથી રોકાણકારો ચિંતિત, શેરબજારમાં 10 લાખ કરોડ ધોવાયા | 2026-03-13 16:58:09
ACB ટ્રેપમાં દૂધ મંડળીના ઓડિટર સહિત 2 લોકો આટલા રૂપિયાની લાંચ લેતા ઝડપાયા | 2026-03-13 15:22:51
LPG સંકટ પર હરદીપ સિંહ પુરીએ લોકસભામાં આપ્યો આ જવાબ: Video | 2026-03-12 16:59:16
સુરતમાં કોથળામાંથી મળેલી મહિલાની લાશનો ભેદ ઉકેલાયો, સગા પુત્ર, પુત્રવધૂ અને વેવાઈએ જ કરી હતી હત્યા | 2026-03-12 16:48:11
તાલાલામાં પોલીસ ચોકી પાસે પરિવાર પર હુમલો, 7 લોકો ઘાતક હથિયારોથી તૂટી પડ્યાં | 2026-03-11 20:10:40
સૌરાષ્ટ્રમાં IPS નિર્લિપ્ત રાયની એન્ટ્રી, ગુનેગારોમાં ફફડાટ વચ્ચે નિખિલ દોંગએ કહી આ વાત | 2026-03-06 17:47:51
ગોંડલમાં આપ નેતા જીગીશા પટેલ પર હુમલા બાદ આપના કાર્યકર્તાઓમાં રોષ, આરોપીઓ સામે કડક કાર્યવાહી કરો - Gujarat Post | 2026-02-25 11:37:31
રાજકોટમાં લુખ્ખા તત્વોનો આતંક: યુવક પર છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો, સમગ્ર ઘટના CCTVમાં કેદ | 2026-02-24 10:04:22
ખંડણીના કેસમાં કીર્તિ પટેલ કોર્ટમાં રજૂ, પોલીસ વાનમાંથી ઉતરતા જ રડી પડી, બાદમાં મળ્યાં જામીન | 2026-02-23 17:53:49