Sat,20 April 2024,4:29 pm
Print
header

સરકારને હવે રહી રહીને ભાન થયું ! પેપર લિક કરનારાઓ અને ખરીદનારાઓને થશે આટલી જેલની સજા, બનશે નવો કાયદો

વિધાનસભા બજેટ સત્રમાં લાવવામાં આવશે કાયદો 

અમદાવાદઃ ગુજરાતમાં જુનિયર ક્લાર્કના ફૂટેલા પેપરના ભારે પ્રત્યાઘાત પડ્યા છે. વારંવાર પેપર ફૂટી રહ્યાં છે અને ભાજપ  સરકાર હવે જાગી છે. ગુજરાત સરકાર આ અંગે બજેટસત્રમાં કાયદો લાવશે. જેમાં પેપર વેચનાર અને ખરીદનાર બંનેને કડક સજા થશે. પેપર વેચનારને 7 વર્ષ અને ખરીદનારને 3 વર્ષથી વધુ જેલની સજા થશે. પેપર ખરીદનાર પર આજીવન ભરતી પ્રક્રિયા માં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકાશે તથા પેપર ફોડનાર અને ખરીદનારા બંને સામે બિનજામીનપાત્ર ગુનો દાખલ થશે.

પેપરકાડમાં સંડોવાયેલ 15 આરોપીઓને પોલીસે દબોચી લીધા બાદ આરોપીઓ સામે કલમ 406, 409, 420 અને 120-બી મુજબ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં હજુ પણ અનેક આરોપીઓ પોલીસ પક્કડથી દૂર છે. પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કરતો આરોપી શ્રદ્ધાકર લુહાના, સરોજ, ચિરાયુ અને ઇમરાન ફરાર હોવાથી ATSએ તમામને દબોચી લેવા ચક્રો ગતિમાન કર્યાં છે. ગઈકાલે આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં હતા, જ્યાં તેમના 11 દિવસના રિમાંડ મજૂર કરવામાં આવ્યા છે.

સમગ્ર પેપર લિક કૌભાંડમાં વડોદરાનો ભાસ્કર ચૌધરી મુખ્ય સૂત્રધાર છે. જેની અગાઉ બિહારમાં પેપર લિક કેસમાં સીબીઆઇએ ધરપકડ કરી હતી. અન્ય આરોપી કેતન બારોટ પણ અગાઉ પેપર લિક કેસમાં સંડોવાયેલો હતો.આ મામલે હવે ATSએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

રાજનીતિના સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Politics | Gujarat Post

ગુજરાતના અન્ય લેટેસ્ટ સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો

Gujarat | Gujarat Post

સૌથી ઝડપી સમાચારો માટે આ લિંક પર ક્લિક કરો 

Gujarat Post News | Gujaratpost | Gujaratpostnews | Gujarati news webportel| Gujarati news website

પોપ્યુલર સ્ટોરી માટે આ લિંક પર ક્લિક કરો 

Popular stories | Gujarat Post

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch