ભાવનગરઃ ઉખરલા ગામના વાડી વિસ્તારમાં પોલીસે જુગારધામ પર રેડ પાડી હોવાની બૂમો પડી અને ત્યારે જ જુગાર રમી રહેલા લોકોએ ભાગવાનો પ્રયાસ કરતા 4 લોકો કૂવામાં પડ્યા હતા. તેમાંથી 3 ના મોત થયા છે અને 1 એક વ્યક્તિ કૂવા પાસે લટકી રહ્યો હોવાથી તે બચી ગયો હતો. પોલીસે રેડ પાડી હોવાની વાતનો ઇન્કાર કર્યો છે. આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
ઉખરલા ગામના વાડી વિસ્તારમાં 11 લોકો જુગાર રમી રહ્યાં હતા. દરમિયાન પોલીસ રેડ પડી હોવાની બૂમ પડતા તમામ લોકો ત્યાંથી ભાગ્યા હતા. ભાગદોડ દરમિયાન રાહુલ પોપટભાઈ ચૌહાણ, નિલેશ ડાભી અને અજીતસિંહ નામના ત્રણ યુવકો કૂવામાં પડી જતા તેમનું મોત થયું છે.
પોલીસ સ્થળે પર પહોંચીને મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડ્યાં હતા. આ ઘટનાની પરિવારને જાણ થતા હોસ્પિટલમાં દોડી આવ્યા હતા.
મૃતકોના પરિવારજનોનો આક્ષેપ છે કે પોલીસની રેડ દરમિયાન ભાગવાનો પ્રયાસ કરતા ત્રણેય યુવકો કૂવામાં પડી ગયા હતા. જો કે, પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ વરતેજ પોલીસ રેડ અંગે ઇનકાર કરી રહી છે. જેના કારણે ઘટનાની હકીકતને લઈને અનેક સવાલો ઊભા થયા છે. હાલ સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
ટ્રમ્પનું ફરી ગયું છે... રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદનારા ભારત સહિતના દેશો પર અમેરિકા 100 ટકા ટેરિફ લાદવાની તૈયારીમાં | 2026-09-16 09:31:06
બિહારના ભાજપ નેતાનો દાવો, અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની હત્યા થઇ હતી, દિશા સલિયાનની હત્યા પણ આ જ બનાવ સાથે જોડાયેલી | 2026-09-16 09:18:27
FACT CHECK: BRICS સમિટમાં વિશ્વના નેતાઓ સાથે PM મોદીનો આ સેલ્ફી ફોટો AI જનરેટેડ છે | 2026-09-15 14:40:35
કચ્છ જિલ્લામાં બે દિવસથી મુશળધાર વરસાદ, માંડવી તાલુકામાં 6 કલાકમાં લગભગ 7 ઇંચ વરસાદ નોંધાયો | 2026-09-15 14:18:01
મામલતદાર તો ક્યારેક IT ઓફિસર બનતો ગઠિયો હવે શ્રમ વિભાગના નામે તોડ કરવા જતાં જેલભેગો થયો | 2026-09-14 17:20:01
પત્રકારત્વ પુસ્તકમાંથી નહીં, ન્યૂઝરૂમમાંથી શીખાય છે ! પારુલ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો છ દિવસનો દિલ્હી અનુભવ | 2026-09-15 20:14:11
મેઘરાજાની તોફાની બેટિંગ: સાંજે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 240 તાલુકાઓમાં વરસાદ | 2026-09-14 17:11:19
સુરેન્દ્રનગર- રાજકોટમાં વરસાદની આગાહી, અમદાવાદ સહિત 14 જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ | 2026-09-14 17:00:17
લાખો રૂપિયાનો પગાર લેતા કલાસ -1 અધિકારી સહિત બે ACB ના હાથે ઝડપાયા | 2026-09-10 13:08:06
ACB એ PSI ને રૂપિયા 1 લાખની લાંચ લેતા ઝડપી લીધા, પહેલા 2 લાખ રૂપિયાની કરી હતી માંગણી | 2026-09-05 19:27:05
મહિસાગરમાં નકલી લગ્ન કરાવનારી ગેંગનો પર્દાફાશ, દુલ્હન સહિત ત્રણ આરોપીઓની ધરપકડ | 2026-09-05 09:01:46
ભાવનગરમાં પતિએ પત્નીની ઢોર માર મારીને હત્યા કરી નાખી, હું જેલમાં હતો ત્યારે તું અન્ય વ્યક્તિ સાથે સંબંધ બાંધતી હતી | 2026-09-04 17:52:11