Wed,24 April 2024,8:47 pm
Print
header

પાકિસ્તાનમાં વિપક્ષનો હુંકાર, મરિયમે કહ્યું- ઈમરાનને PM પદેથી ધક્કો દેવાનો આવી ગયો છે સમય- Gujarat Post

(મરિયમ નવાઝની ફાઈલ તસવીર)

  • પાકિસ્તાનમાં ઈમરાન સરકાર પર છે સૌની નજર
  • મરિયમ નવાઝે ઈમરાન સરકારની આકરી ઝાટકણી કાઢી
  • પીટીઆઈ ગઠબંધનના ત્રણ સાથી પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપ્યું

Pakistan Politics: પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના (PML-N) ઉપાધ્યક્ષ મરિયમ નવાઝે કહ્યું છે કે વડાપ્રધાન ઈમરાન ખાનને તેમની ખુરશી પરથી હાંકી કાઢવાનો સમય આવી ગયો છે. સોમવારે ઈસ્લામાબાદમાં પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM)ના મરિયમ નવાઝે સભાને સંબોધતા ઈમરાન ખાન પર આકરા પ્રહારો કર્યાં હતા. તેમણે ઈમરાનની આર્થિક, શાસન અને વિદેશ નીતિની ટીકા કરી હતી.

રેલીમાં પીએમ પર નિશાન સાધતા મરિયમ નવાઝ શરીફે કહ્યું, 'જ્યારે વાંદરાના પગ બળી જાય છે ત્યારે તે પોતાના પગ તેના બાળકો પર મૂકે છે. ઈમરાને લોકો પર પગ મૂક્યો છે. તેણે ઈમરાનને પડકાર આપતા કહ્યું કે જો તમારામાં તાકાત હોય તો બહુમતિનો 172 નો આંક પૂરો કરીને બતાવો. નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝે કહ્યું કે, હવે ઈમરાન ખાનની રમત પૂરી થઈ ગઈ છે.

નેશનલ એસેમ્બલીમાં કુલ 161 મતો સાથે પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરવામાં આવ્યાં બાદ કાર્યવાહી 31 માર્ચ સુધી સ્થગિત કરવામાં આવી હતી.વિપક્ષને વિશ્વાસ છે કે તેનો ઠરાવ પસાર થઈ જશે. પીટીઆઈના ઘણા ધારાસભ્યો પીએમ ઈમરાન ખાન વિરુદ્ધ ખુલ્લેઆમ સામે આવ્યાં છે.

પાકિસ્તાની નેશનલ એસેમ્બલીમાં કુલ 342 સભ્યો છે, જેની બહુમતી 172 છે. પીટીઆઈ ની આગેવાની હેઠળનું ગઠબંધન 179 સભ્યોના સમર્થનથી રચાયું હતું, જેમાં ઈમરાન ખાનની પીટીઆઈ પાસે 155 સભ્યો હતા.આ સિવાય ચાર મુખ્ય સાથી પક્ષો મુત્તાહિદા કૌમી મૂવમેન્ટ-પાકિસ્તાન (MQM-P), પાકિસ્તાન મુસ્લિમ લીગ-કાયદા (PML-Q), બલૂચિસ્તાન અવામી પાર્ટી (BAP) અને ગ્રાન્ડ ડેમોક્રેટિક એલાયન્સ (GDA) પાસે અનુક્રમે સાત, પાંચ, પાંચ અને ત્રણ સભ્યો હતા.

ઈમરાન ખાનની સ્થિતિ અનિશ્ચિત છે કારણ કે ચારમાંથી ત્રણ સાથી પક્ષો એટલે કે MQM-P, PML-Q અને BAP એ વિપક્ષના અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપ્યું છે. પાકિસ્તાનના વિપક્ષે પંજાબ પ્રાંતના મુખ્યમંત્રી ઉસ્માન બુઝદાર વિરુદ્ધ પંજાબ વિધાનસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરી હતી.

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/listing/Gujarat 

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch