Fri,19 April 2024,6:49 pm
Print
header

સંયુક્ત રાષ્ટ્રમાં ભારતે કહ્યું: પાકિસ્તાન છે આતંકવાદનું કેન્દ્ર, હાલ પણ 40 હજાર આતંકવાદીઓ સક્રિય

નવી દિલ્હીઃ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના પ્રતિનિધિ ટીએસ તિરુમૂર્તિએ મંગળવારે કહ્યું હતું કે પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે. તેમણે યુએન રીપોર્ટનો હવાલો આપતા જણાવ્યું કે અનેક આતંકવાદી હૂમલાઓમાં પાકિસ્તાનનો હાથ હોવાનું સામે આવ્યું છે. પાકિસ્તાનના આતંકવાદીઓ અફઘાનિસ્તાનમાં પણ છે અને ત્યાં આતંકવાદી હૂમલાને અંજામ આપે છે. હાલ પાકિસ્તાનની જમીન પર અંદાજે 40 હજાર આતંકીઓ સક્રિય છે.

ટીએસ તિરૂમુર્તિએ કહ્યું કે આ એક નક્કર સત્ય છે કે પાકિસ્તાન આતંદવાદનું કેન્દ્ર છે. પાકિસ્તાન આતંકવાદીઓનું ઘર છે. આંતરરાષ્ટ્રિય આતંકવાદી સંગઠન જમાત-ઉદ્દ-દાવા, લશ્કર-એ-તૈયબા, જૈશ-એ-મોહમ્મદ અને હિઝબુલ મુજાહિદ્દીન જેવા સંગઠનો આતંકવાદીઓના ઠેકાણા છે.

યુએનની એનાલિટીક સપોર્ટ અને સેક્શન્સ મોનિટરીંગ ટીમના 26મા રિપોર્ટનો ઉલ્લેખ કરીને તેમણે જણાવ્યું કે યુએને પોતાની રિપોર્ટમાં વિદેશમાં આતંકવાદી હૂમલાઓમાં પાકિસ્તાનની ભાગીદારી નોંધાવી છે. હાલના રિપોર્ટમાં વિશ્લેષણાત્મક સહાયતા અને પ્રતિબંધ પર ધ્યાન રાખતી ટીમ આતંકવાદી ગતિવિધિ પર સમયાંતરે પોતાનો રિપોર્ટ આપે છે. તેમાં પાકિસ્તાનની આતંકવાદી પ્રવૃત્તિનો સ્પષ્ટ ઉલ્લેખ છે.

ટીએસ તિરૃમુર્તિએ કહ્યું કે આ રિપોર્ટમાં સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યાં છે કે પાકિસ્તાન આતંકવાદી સમૂહનું પ્રતિનિધિત્વ કરે છે. રિપોર્ટમાં અલ-કાયદાના નેતાઓના નામોલ્લેખ કરવામાં આવ્યો છે. જે પાકિસ્તાની નાગરિક છે. આનાથી સ્પષ્ટ થાય છે કે આ સંસ્થાઓનું નેતૃત્વ અને આર્થિક મદદ પાકિસ્તાનથી થાય છે.

Facebook પેજની લિંક

https://www.facebook.com/gujaratpostin

https://www.gujaratpost.in પર સૌથી ઝડપી સમાચાર 

ગુજરાતના અન્ય તાજા સમાચારો માટે નીચેની લિંક પર ક્લિક કરો..

https://www.gujaratpost.in/news/listing/Gujarat

https://www.gujaratpost.in/news/aravalli-lovers-punishment-gujaratpost-news-gujarati-samachar

Watch

Watch